રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૩૭.૫૯ સામે ૭૭૫૫૪.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૧૦૦.૩૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪૨.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૧૪૧.૩૪ ઉછાળા સાથે ૭૭૪૭૮.૯૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૫૦૩.૬૦ સામે ૨૩૫૨૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૪૫.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૩.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૯૭.૯૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે શેરબજારનું ટ્રેડિંગ ઉચ્ચ સ્તરે સમાપ્ત થયું.ગુરુવારે શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા અને કેટલીક વખત સેન્સેક્સ લાલ નિશાન પર તો ક્યારેક લીલા નિશાને પહોંચ્યો હતો. સેન્સેક્સ ૧૪૧ પોઈન્ટના વધારા સાથે ૭૭૪૭૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૯૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૭૫૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બેન્કિંગ દિગ્ગજોના શેરોએ ગુરુવારે શેરબજારમાં ઉછાળામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
શેરોમાં ફંડો, મહારથીઓએ પોર્ટફોલિયોમાં મોટી ફેરબદલ કરી હોય એમ એક તરફ બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની મોટી તેજી સામે ઘણા દિવસોથી અવિરત તેજી બતાવતાં કેપિટલ ગુડઝ-પાવર શેરો અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મહારથીઓ, ફંડો મોટાપાયે વેચવાલ બન્યા હતા.આ સાથે ઓઈલ-ગેસ શેરો તેમ જ ઓટોમોબાઈલ, રિયાલ્ટી, મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, પીએસયુ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું.ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને અન્ય બેંકિંગ શેરોમાં પણ ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું.
શેરબજારના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓના શેર વિશે વાત કરીએ તો, લાર્સન ,જેકે પેપર, અશોક લેલેન્ડ,કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસના શેરમાં વધારો નોંધાયો હતો, શેરબજારના ટોપ લુઝર્સમાં પીએનબી હાઉસિંગ, ટીસીએસ, એચસીએલ ટેક, પાવર ગ્રીડ કોર્પોરેશન, શેરો. વિપ્રો,ટેક્સ મેકો રેલ સનોફી ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને એબીબી પાવરના શેરનો સમાવેશ થાય છે.શેરબજારમાં આવેલી તેજી વચ્ચે રાષ્ટ્રીય કેમિકલ્સ, ફેક્ટ, સીઇ ઇન્ફો સિસ્ટમ, ચંબલ ફર્ટિલાઇઝર, દીપક ફર્ટિલાઇઝર, પ્રેસ્ટિજ એસ્ટેટ અને એલ્ગી ઇક્વિપમેન્ટના શેર ૫૨ સપ્તાહની ટોચે પહોંચ્યા છે. અદાણી પોર્ટ્સના શેર ૧.૩૪% ના ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે અંબુજા સિમેન્ટના શેર ૧.૦૯% ના ઘટાડા સાથે બંધ થયા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૧ અને વધનારની સંખ્યા ૨૨૮૨ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,ચોમાસાની શરૂઆત સારી થઈ છે.ચાલુ વર્ષે વરસાદ સામાન્યથી સારી રહેવાની આગાહીએ ચોમાસું સફળ રહેવાના સંજોગોમાં કૃષિ ક્ષેત્રે મજબૂત વિકાસ થકી અન્ન ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ મળવાની અપેક્ષાએ આર્થિક વિકાસને વેગ મળી શકે છે.આગામી દિવસોમાં મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ પીએમઆઈ, ચાઈનાના ઈન્ડસ્ટ્રીયલ ડાટા, બેંક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દર નિર્ણય પર બજારની નજર રહેશે.કેન્દ્રમાં એનડીએ સરકાર છતાં મોદી સરકારની બીજી ઈનિંગમાં જે પ્રમુખ મંત્રાલયો ભાજપે પોતાની પાસે જાળવી રાખીને નક્કી કરેલા મિશનમાં આગળ વધવાનો સંકેત આપ્યો છે.જેથી આ વખતે કેન્દ્રિય બજેટ પણ વિકાસની દિશામાં પ્રોત્સાહક જોગવાઈઓ લાવનારૂ નીવડવાની અપેક્ષા છે. વિદેશી રોકાણકારોની રોકાણ ભૂખને લઈ પાછલા દિવસોમાં જે પ્રકારે ચાર આંકડાના સંખ્યાબંધ ઈન્ફ્રા શેરોમાં ઊંચા ભાવોએ થઈ રહેલી ખરીદીને જોતાં આગામી દિવસોમાં હજુ પસંદગીના શેરોમાં તેજી આક્રમક બનવાની સંભાવના રહેશે. અલબત બજેટની રજૂઆત સુધી શેરોમાં સિલેક્ટિવ રહેવું અને ઊંચા મથાળે નફો બુક કરતાં રહેવું પણ હિતાવહ રહેશે. આગામી દિવસોમાં જૂન મહિનાના ભારના એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ પીએમઆઈ આંક ૨૧, જૂનના શુક્રવારે જાહેર થનાર હોવા સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ૨૦, જૂનના ગુરૂવારે વ્યાજ દર પર નિર્ણય જાહેર થવા પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.