Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૪૯૦.૦૮ સામે ૭૬૬૮૦.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૨૯૬.૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૪.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩.૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૪૫૬.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૨૪૭.૧૫  સામે ૨૩૨૫૩.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૨૨૦.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૫.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૧૨.૬૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારનો કારોબાર મંગળવારે વેચવાલી સાથે સમાપ્ત થયો હતો. શેરબજારના સેન્સેક્સ ૩૪ પોઈન્ટની ઘટાળા સાથે ૭૬૪૬૭ના સ્તર પર બંધ થયો હતો ,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૬ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૩૧૨ના સ્તર પર બંધ થયો હતો,જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૩ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૭૩૫ના સ્તર પર બંધ થયો હતો.શેરબજારમાં નિફ્ટી બેન્ક, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ હતી જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા.પીએસયુ કંપનીઓના શેરમાં સારો ઉછાળો નોંધાયો હતો.

પાછલા સપ્તાહ અને કાલ રોજની ઐતિહાસિક તેજી બાદ ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ, ઓટો ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં તેમ જ ફાઈનાન્સ શેરોમાં વેચવાલીએ બજાર ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે નરમાઈ તરફી થઈ  ગયું હતું.રિયાલ્ટી, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. યુરોપીયન સંસદીય ચૂંટણીમાં  ફ્રાંસ મામલે રાજકીય હલચલને લઈ યુરોપના  બજારો પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઈના કારણે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી.વૈશ્વિક બજારોમાં નરમાઈના પરિણામે ઉછાળે સાવચેતી સાથે તેજીનો વેપાર હળવો થતાં અંતે વિક્રમી તેજીને બ્રેક લાગી હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, વ્યાપક ખરીદી કરતાં રહેતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશના વિવિધ મહાનગરોમાં પ્રોપર્ટીની માંગમાં વૃદ્વિ સાથે ફંડોએ સતત ખરીદી કરી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી તેજીમાં આવી ગયા  હોય એમ મોટાપાયે ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ જોવા માળિયું હતુ.

શેરબજારમાં ઓએનજીસી, લાર્સન, અદાણી પોર્ટ્સ અને મારુતિ સુઝુકી, ટેક્સ મેકો રેલ, રેલ વિકાસ નિગમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, સિપ્લા, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, એનટીપીસી, આરઆઈટીઈએસ લિમિટેડ,સિપ્લા,નેસ્લે ઈન્ડિયા,એચડીએફસી લાઈફ,ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે કોટક બેંક, ડિવિઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ,એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, આઈટીસી,કોચીન શિપયાર્ડ અને કોલ ઈન્ડિયા ના શેર નબળાઈ પર બંધ થયા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૨ અને વધનારની સંખ્યા ૨૪૬૧ રહી હતી,  ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્રમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તારૂઢ થઈ જતાં અને આર્થિક વિકાસ આગળ વધવાની અપેક્ષા અને મોદી ૩.૦ના મેગા મંત્રી મંડળની રચના સાથે સાંજે કેબિનેટના પ્રમુખ મંત્રાલયોની ફાળવણી  મહદ અંશે જાળવી રાખ્યા પૂર્વે આજે આરંભિક કામકાજમાં જ બજારે નવો ઈતિહાસ રચ્યો હતો. નિફ્ટી ફ્યુચર નિફ્ટી ઈન્ટ્રા ડેમાં ૨૩૪૧૦.૦૦ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.બેન્ક નિફ્ટી ઈન્ટ્રા ડે ૫૦૨૮૯.૭૫ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૫૦૦૦ પોઈન્ટથી વધુ ઉછળો નોંધાવ્યો છે.ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ હવે ચોમાસાના પોઝિટીવ પરિબળે બજાર શકય છે કે આંચકા પચાવીને ફરી તેજીના પંથે સવાર થાય અને કેન્દ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ફરી ભાજપના નેતૃત્વમાં એનડીએની બહુમતી સાથેની સ્થિર સરકાર રચાવાના સંજોગોમાં બજારમાં વંટોળ બાદ ઐતિહાસિક તેજી જોવાય. સાથે ચોમાસાની શરૂઆત થવાનું પરિબળ પણ બજારને ગતિ આપશે.આગામી દિવસોમાં એનડીએ સરકારની મહત્ત્વના ૧૦૦ દિવસની કામગીરી પર અને સાથે સાથે નવી સરકારના મંત્રી મંડળની ફાળવણી અને આગામી યોજનાઓ ભારતીય શેરબજારની નજર રહેશે. જેથી આગામી સપ્તાહમાં અણધાર્યા કોઈ પરિબળોની ગેરહાજરીમાં સેન્સેક્સ અને નીફ્ટીમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. જેથી હવે આગામી દિવસોમાં માર્કેટમાં કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશતુ જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેવભૂમિ દ્વારકાના મોજપ પાસેથી 11 કરોડનું ચરસ ઝડપાયું
Next articleકેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે સત્તાવાર રીતે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.