Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન, રાજ્યો ની સંમતિ થી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ...

નાણામંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન, રાજ્યો ની સંમતિ થી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવાશે

49
0

(જી.એન.એસ) તા.16


નવી દિલ્હી

18 ફેબ્રુઆરીએ દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારે જણાવ્યું હતું કે રાજ્યો વચ્ચે સહમતિ સધાયા બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ આવરી લેવામાં આવશે. ઉદ્યોગોના સમૂહ પીએચડી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો સાથે પોસ્ટ-બજેટ સંવાદ દરમિયાન નાણામંત્રીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે જીએસટી હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને સામેલ કરવાની માટેની જોગવાઈ પહેલેથી જ છે. મારા પુરોગામીએ આ અંગેની વ્યવસ્થા કરી હતી.


હાલ પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઇસ્પીડ ડીઝલ, કુદરતી ગેસ અને એટીએફને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલની 49મી બેઠક આગામી 18 ફેબ્રુઆરીએ નવી દિલ્હી ખાતે મળશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જીએસટીનો શું દર લાગુ કરવો એ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. એકવાર તેઓ નિર્ણય લેશે એ પછી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ આવરી લેવાશે. સીતારામને કહ્યું હતું કે 2023-24ના બજેટમાં કેન્દ્ર સરકારે ખર્ચ 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કર્યો છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓટો, રિયાલ્ટી, બેંક અને ટૂરિઝમ ક્ષેત્રમાં માંગ ઝડપથી વધતા વેચાણ-નફામાં 20 ટકા વધારો
Next articleમહિલા ચાહકે આદિત્ય રોય કપૂરને કિસ કરવાનો પ્રયાસ કર્યો, ચાહકો જોયી ને થયા ગુસ્સે