Home દેશ - NATIONAL નવા સંસદ ભવનનાં લોકાર્પણ પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સિક્કો બહાર પાડશે

નવા સંસદ ભવનનાં લોકાર્પણ પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સિક્કો બહાર પાડશે

42
0

(GNS),26

ટૂંક સમયમાં જ 75 રૂપિયાનો વિશેષ સિક્કો(Coin) બજારમાં આવવા જઈ રહ્યો છે. નવા સંસદ ભવનનાં લોકાર્પણ પ્રસંગે સરકાર 75 રૂપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનું લોકાર્પણ યાદગાર બનાવવા માટે સરકાર 75 રૂપિયાનો સિક્કો લાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે 75 રૂપિયાના આ સિક્કાની ડિઝાઈનથી લઈને તેની સાઈઝ અને બનાવટ સુધી ઘણી ખાસિયતો હશે.

નવા સંસદભવનની ડિઝાઇન ત્રિકોણાકાર છે. આવી સ્થિતિમાં આ સિક્કાનો દેખાવ પણ આવો જ હોવાની શક્યતા છે. આવો જાણીએ સિક્કાની ખાસિયત શું છે?સંસદ ભવનના લોકાર્પણ સમયે 75 રૂપિયાનો સિક્કો 35 ગ્રામનો હશે. તેમાં 50% ચાંદી અને 40% તાંબુ હશે. આ ઉપરાંત 5% ઝીંક અને નિકલ પણ ઉમેરવામાં આવી છે.

બીજી તરફ જો તેની ડિઝાઇનની વાત કરીએ તો સિક્કાની એક તરફ અશોક સ્તંભ હશે જેની નીચે રૂપિયાની કિંમત એટલે કે 75 રૂપિયા લખવામાં આવશે. તેની બાજુમાં ભારત અને અંગ્રેજીમાં પણ ભારત લખવામાં આવશે.

સિક્કાની બીજી બાજુ નવા સંસદ ભવનની ડિઝાઇન બનાવવામાં આવશે અને તેની ઉપર અને નીચે સંસદ સંકુલ લખવામાં આવશે. આ સાથે સિક્કાની નીચેની બાજુએ તેની પ્રિન્ટિંગનું વર્ષ 2023 લખવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટાટા ગ્રુપે 862 કરોડમાં બનાવ્યુ દેશનું નવું સંસદ ભવન
Next articleહવે 500 રૂપિયાની નોટોની અછત સર્જાઈ