(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં દિલ્હી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતની તૈયારીઓ અને પેરાલિમ્પિક્સ પર ઊંડાણપૂર્વકની ચર્ચા દરમિયાન મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. આ બેઠક દરમિયાન ડો.માંડવિયાએ “પાથવે ટુ પેરિસ” પુસ્તિકાનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રકાશન ભારતની ઓલિમ્પિક યાત્રા, અમારી વર્તમાન તૈયારીઓ અને પ્રતિભાશાળી ભારતીય એથ્લેટ્સ કે જેઓ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં દેશનું પ્રતિનિધિત્વ કરશે તેના પર પ્રકાશ પાડે છે.
ભારત વિકસિત રાષ્ટ્ર બનશે ત્યારે વર્ષ 2047ની શરૂઆતને ધ્યાનમાં રાખીને ડૉ. માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત રમતગમતમાં ઉત્કૃષ્ટતામાં ટોચનાં પાંચ દેશોમાં સ્થાન મેળવશે. તેમણે દેશની અંદર પ્રચૂર સંભવિતતા પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે, યોગ્ય તકો અને પ્રયાસો સાથે નોંધપાત્ર પરિણામો મળશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં ભાગ લેનારા 117 રમતવીરોની ટુકડી મોકલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઓલિમ્પિક ચક્ર દરમિયાન આ શાખાઓની તૈયારી પર કુલ રૂ. 470 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, “આપણો દેશ વિવિધતાથી સમૃદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે યુવા પ્રતિભાઓને ઓળખીએ અને તેમનું પોષણ કરીએ એ જરૂરી છે, જેથી તેમને રમતગમતની ઇકોસિસ્ટમમાં સંકલિત કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, સ્પર્ધાઓમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપીને અને તેમની પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા પ્લેટફોર્મ પ્રદાન કરીને આપણે નોંધપાત્ર પ્રગતિ જોઈશું.”
ડૉ. માંડવિયાએ મીડિયા વ્યાવસાયિકોને કરેલા સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દ્વારા સુમાહિતગાર નિર્ણય લેવા માટે ચર્ચા અને વિચાર-વિમર્શ આવશ્યક છે. તેમણે તેમને લોકોની ધારણાને આકાર આપવામાં તેમની પ્રભાવશાળી ભૂમિકાની યાદ અપાવી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે તમને તમારા મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, ત્યારે એ યાદ રાખવું પણ મહત્વપૂર્ણ છે કે ભારત આપણો દેશ છે.” “આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા રાષ્ટ્રનું સન્માન અને આદર જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે, હંમેશા ‘નેશન ફર્સ્ટ’ને ધ્યાનમાં રાખો અને એ ભાવના સાથે કામ કરો.”
ડૉ. માંડવિયાએ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા આપણા એથ્લેટ્સને ટેકો આપવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. કેન્દ્રીય મંત્રીએ આ કાર્યક્રમમાં તેમની અભિન્ન ભૂમિકા માટે દિલ્હી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનનો આભાર માન્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતની રમતગમતની સિદ્ધિઓ પાછળ કઠોર પરિશ્રમ અને સમર્પણનું પ્રદર્શન કરવામાં તેમની સામેલગીરી મહત્ત્વપૂર્ણ છે.
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને હોકી વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય શ્રી અશોક ધ્યાનચંદ, એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 ડબલ ટ્રેપ શૂટર શ્રી રોંજન સોઢી, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ વિજેતા બોક્સર શ્રી અખિલ કુમાર, એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા તીરંદાજ શ્રી અભિષેક વર્મા, બે વખત પેરાલિમ્પિક્સ જેવલિન થ્રો ચેમ્પિયન શ્રી દેવેન્દ્ર ઝાઝરિયા, ટોક્યો પેરાલિમ્પિક્સના રજત ચંદ્રક વિજેતા શ્રી યોગેશ કથુનિયા અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ પ્રસંગે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.