Home દેશ - NATIONAL ડીએમકે સરકારે તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

ડીએમકે સરકારે તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

35
0

(GNS),19

તમિલનાડુની ડીએમકે સરકારે તેમના રાજ્યમાં તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ સરકારની પરવાનગી લેવી પડશે. તમિલનાડુ સરકારનું આ પગલું મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે વિપક્ષની ફરિયાદો વચ્ચે આવ્યું છે. તાજેતરમાં, અન્ય કેટલાક રાજ્યોએ પણ CBIને આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી. જેમાં પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, મિઝોરમ અને તેલંગાણા વગેરેનો સમાવેશ થાય છે. સીબીઆઈ પાસેથી સામાન્ય સંમતિ પાછી ખેંચવી એ હવે વિપક્ષી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં એક શક્તિશાળી રાજકીય સાધન હોવાનું જણાય છે. આવો, ચાલો જાણીએ શું છે આ સામાન્ય સંમતિ અને તેને પાછી ખેંચવાના શું પરિણામ આવે છે…

CBI દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946ના નિયમો હેઠળ કામ કરે છે. કાયદાની કલમ 6 હેઠળ, સીબીઆઈ રાજ્યમાં કોઈપણ ગુનાની તપાસ શરૂ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકારની સામાન્ય સંમતિ એટલે કે મંજૂરી ફરજિયાતપણે મેળવે છે. સામાન્ય રીતે મોટાભાગની રાજ્ય સરકારો સામાન્ય સંમતિ આપે છે અને આ સાથે એજન્સી કોઈપણ અવરોધ વિના રાજ્યમાં ગમે ત્યાં તપાસ કરી શકે છે. જો રાજ્ય સરકાર આ સામાન્ય સંમતિ પાછી ખેંચી લે તો સીબીઆઈ રાજ્ય સરકારને પૂછ્યા વિના કોઈપણ કેસની તપાસ કરી શકે નહીં. નાના કેસોમાં પણ એજન્સીએ રાજ્યમાંથી મંજૂરી લેવી પડે છે. ભ્રષ્ટાચાર હોય કે અન્ય કોઈ મામલો સામે આવે, સીબીઆઈ રાજ્ય સરકારની પરવાનગી વિના તપાસ કરી શકતી નથી. સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવાથી સીબીઆઈ રાજ્યમાં જવા શક્તિહીન બની જાય છે એટલે કે કોઈ તપાસ માટે જઈ શકતી નથી .જે રાજ્યોમાં સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવામાં આવી છે, ત્યાં સીબીઆઈ પરવાનગી વિના તપાસ માટે જઈ શકે નહીં. જો કે, જો સીબીઆઈને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ કેસની તપાસ કરવાનો આદેશ આપવામાં આવે તો તેને રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ મોદીનો પ્રવાસ ભારત-અમેરિકા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે : વિદેશ મંત્રાલય
Next articleકેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા