Home દેશ - NATIONAL ટોરેન્ટ પાવરને મોટો સોલાર પ્રોજેક્ટ મળતા શેરના ભાવમાં આવ્યો 12 ટકાનો ઉછાળો

ટોરેન્ટ પાવરને મોટો સોલાર પ્રોજેક્ટ મળતા શેરના ભાવમાં આવ્યો 12 ટકાનો ઉછાળો

34
0

(જી.એન.એસ),તા.૧૧

મુંબઈ,

પાવર સેક્ટરની દિગ્ગજ કંપની ટોરેન્ટ પાવરના શેરમાં આજે 12.66 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીને 7 માર્ચે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ પાસેથી મોટો પ્રોજેક્ટ મળ્યો છે. આ સમાચાર બાદ શેરના ભાવ ઈન્ટ્રા-ડે હાઈ 1288.45 રૂપિયા પર પહોંચ્યા હતા. આ ભાવ કંપનીનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. ટોરેન્ટ પાવર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, 306 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાનો છે. આ વર્ક ઓર્ડરની વેલ્યુ 1540 કરોડ રૂપિયા છે. કંપનીએ આ કામ નાસિક જિલ્લામાં કરવાનું છે. કંપની હાલ અલગ-અલગ શહેરમાં 28 અબજ યુનિટ પાવર સપ્લાય કરી રહી છે.

આ નવા કામ મળ્યા બાદ કંપનીને રિન્યુએબલ સેક્ટરમાં 1.7 GW કામ મળ્યું છે. 18 થી 24 મહિનામાં ટોરેન્ટની 3 GW ની રિન્યુએબલ સેક્ટર ક્ષમતા ઉમેરવામાં આવશે. આ સિવાય કંપની હાઈડ્રો અને ગ્રીન હાઈડ્રોજન પર પણ કામ કરી રહી છે. છેલ્લા 6 મહિનામાં ટોરેન્ટ પાવરના શેરે ઈન્વેસ્ટર્સને 455.50 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 63.71 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 124.15 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 659.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 357.34 ટકાનું રિટર્ન આપ્યું છે. ટોરેન્ટ પાવરમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 53.6 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 17.2 ટકા છે. કંપનીમાં કુલ 1,31,393 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 57,196 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 10,685 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1852 કરોડ રૂપિયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ધાર જિલ્લા સ્થિત ભોજશાળા પર સર્વે કરવાનો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આદેશ આપ્યો
Next articleકેપી ગ્રીન એન્જીનીયરીંગ લિમિટેડ દેશનો સૌથી મોટો SME IPO 15 માર્ચથી સબ્સ્ક્રિપશન માટે ખુલશે