Home દેશ - NATIONAL ઝી અને સોની મર્જરની 10 બિલિયન ડોલરની ડીલ રદ

ઝી અને સોની મર્જરની 10 બિલિયન ડોલરની ડીલ રદ

39
0

(જી.એન.એસ),તા.૨૨

સોની ગ્રુપે ઝી એન્ટરટેઈનમેન્ટ સાથે 10 બિલિયન ડોલરની ડીલ રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોની ગ્રુપ તેના ભારતીય બિઝનેસને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. આ જાણકારી સોની ગ્રુપ કોર્પોરેશન દ્વારા વેબસાઈટ પર આપવામાં આવી છે. સોમવારે ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં ડીલ રદ કરવા અંગે કહ્યું હતું.  ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ દ્વારા પણ આ સંદર્ભે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ડીલ રદ કર્યા બાદ સોની કરારના ઉલ્લંઘન માટે 90 મિલિયન ડોલરની ટર્મિનેશન ફીની માગ કરી રહી છે. તેમણે આગળ જણાવ્યું કે, તેઓ સોનીના આ દાવાને નકારી કાઢે છે અને તેના માટે ઉપલબ્ધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. 

સોની ગ્રુપ દ્વારા આ ડીલ રદ કરવાના સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટે તાજેતરમાં એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તે, કલવર મેક્સ એન્ટરટેઈનમેન્ટ સાથે 10 બિલિયન ડોલરની ડીલ સફળતા પૂર્વક પૂર્ણ કરવાનો પ્રયત્નો કરી રહી છે. કલવર મેક્સ એન્ટરટેઈનમેન્ટનું જૂનું નામ Sony Pictures Entertainment છે.  19 જાન્યુઆરીના રોજ, ZEELએ જણાવ્યું હતું કે, અમે જણાવી રહ્યા છીએ કે અમે સોની સાથે મર્જર કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ પ્રસ્તાવને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ ડીલની સફળતા માટે અમે સોની સાથે વાતચીત કરી રહ્યા છીએ. બ્લૂમબર્ગે થોડા દિવસ પહેલા એક અહેવાલમાં કહ્યું હતું કે, સોની આ ડીલ રદ કરવા પર વિચાર કરી રહી છે. મર્જર બાદ નવી કંપનીમાં નેતૃત્વને લઈને બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ બની રહી ન હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં લાડુનું વિતરણ થયું
Next articleરામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં બોલિવુડ સ્ટાર પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા