જાપાનમાં યોજાનારા યુદ્ધાભ્યાસમાં સામેલ થશે પ્રથમ ભારતીય મહિલા ફાઈટર પાયલટ અવની ચતુર્વેદી
ભારતીય વાયુ સેનાની પ્રથમ મહિલા ફાઈટર પાયલટ સ્ક્વાડ્રન લીડર અવની ચતુર્વેદી વધુ એક રેકોર્ડ બનાવા જઈ રહી છે. અવની ચતુર્વેદી જાપાનમાં યોજાનારા યુદ્ધાભ્યાસમાં સામેલ થવા જઈ રહી છે. તેની સાથે તે ભારતની એવી પ્રથમ મહિલા ફાઈટર બની ગઈ છે, જેને આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હોય. અવની ચતુર્વેદી ટૂંક સમયમાં જાપાન માટે રવાના થશે અને ત્યાં યુદ્ધાભ્યાસમાં સામેલ થશે. સ્ક્વાડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ 30MKIની પાયલટ છે. અવની જાપાનમાં ઓમિતામા સ્થિત હયાકુરી એરબેઝ અને સયામાંમાં આવેલા ઈરુમા એરબેઝની નજીક એરસ્પેસમાં 16થી 26 જાન્યુઆરી સુધી ચાલનારા યુદ્ધાભ્યાસ વીર ગાર્ડિયન 2023 માટે ભારતીય વાયુસેના દળમાં સામેલ છે.
અવનીની કોર્સ મેટ અને દેશની પ્રથમ ત્રણ મહિલા ફાઈટર પાયલટમાંથી એક સ્કાવડ્રન લડીર ભાવના કાંતે વાત કરતા સુખોઈના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, Su-30MKI ભારતીય વાયુ સેનાના સ્વેદશી હથિયાર સિસ્ટમથી લૈસ સારામાં સારા ઘાતક પ્લેટફોર્મમાંથી એક છે. ભાવના કાંતે કહ્યું કે, Su-30MKI એક બહુમખી મલ્ટીરોલ લડાકૂ વિમાન છે, જે હવામાંથી જમીનમાં અને હવામાંથી હવામાં એક સાથે બંને રીતે મિશનને પાર પાડી શકે છે. તેમણે કહ્યું કે, આ વિમાનની ખાસિયત એ છે કે, તીવ્ર અને ઓછા, બંને રીતની ગતિ સાથે તે હુમલો કરી શકે છે.
ભાવના કાંતે કહ્યું કે, મલ્ટીપલ રિફ્યૂલિંગના કારણ તે લડાકૂ વિમાન લાંબા અંતરના મિશનને અંજામ આપવાની ક્ષમતા રાખે છે. તેમણે આગળ કહ્યું કે, આ લડાકૂ વિમાનને સરળતાથી નવા હથિયારોથી લૈસ કરવામાં આવ્યા છે અને સરળતાથી મિશનને પાર પાડી શકે છે. એક મહિલા ફાઈટર પાયલટ તરીકે કેવું અનુભવી રહ્યા છે. આ સવાલના જવાબ આપતા ભાવનાએ કહ્યું કે, વિમાનોને એ નથી ખબર હોતી કે, તેને કોઈ મહિલા ચલાવી રહી છે કે પુરુષ. તેમણે કહ્યું કે, અમે સન્માનિત ફોર્સનો ભાગ હોવા પર ગર્વ છે. અહીં ઉલ્લેખનિય છે કે, ત્રણ મહિલા ફાઈટરને ભારતીય વાયુ સેનામાં તૈનાત કર્યો હતો. તેમાં અવની ચતુર્વેદીની સાથે જ વધુ બે મહિલાઓ પણ હતી. ભાવના કાંત પણ તેમાંથી એક છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.