(જી.એન.એસ) તા. ૧૭
નવી દિલ્હી,
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ ની મુશ્કેલીઓ માં થઈ શકે છે વધારો, ચૂંટણી પંચે તેમની કોંગ્રેસ વિષયક ટિપ્પણીઓને લઈને નોટિસ મોકલી હતી અને સમગ્ર મામલે 18 એપ્રિલ સુધીમાં તેમની પાસે જવાબ માંગ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા કેસીઆરને 5 એપ્રિલે સરસિલ્લામાં કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોટિસ જારી કરી હતી. પંચે તેમને 18 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં ટિપ્પણી અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા જી નિરંજનની ફરિયાદ પર કાર્યવાહી કરતા પંચે કહ્યું કે કેસીઆરે 5 એપ્રિલે સરસિલ્લામાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની ટીકા કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે કેસીઆરને તેમના ભાષણ અંગે અગાઉ ઘણી સલાહ અને સૂચનાઓ આપવામાં આવી હતી. પંચને 6 એપ્રિલના રોજ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજન તરફથી ફરિયાદ મળી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેસીઆરએ સરસિલામાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર અભદ્ર, અપમાનજનક અને વાંધાજનક આરોપો લગાવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.