Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, એમ્સ સર્વર હેક કેસની NIA કરી...

ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, એમ્સ સર્વર હેક કેસની NIA કરી શકે છે તપાસ

62
0

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) રાજધાની દિલ્હીમાં સ્થિત દેશની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના સર્વર હેક કેસની તપાસ કરી શકે છે. મામલા સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)માં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે AIIMSનું સર્વર લગભગ એક અઠવાડિયાથી રેન્સમવેર એટેક સામે ઝઝૂમી રહ્યું છે. બુધવારે (23 નવેમ્બર) એઈમ્સનું સર્વર હેક થવાનો મામલો સામે આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, AIIMS પ્રશાસન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપરાંત, ઇન્ટેલિજન્સ બ્યુરો, NIC, NIA, દિલ્હી પોલીસ અને MHAના વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓએ ગૃહ મંત્રાલયમાં બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો.

એનઆઈસીના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ એઈમ્સ સર્વર સરળતાથી કામ કરવા માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે. AIIMS સાથે જોડાયેલા સૂત્રો પાસેથી સમાચાર મળ્યા હતા કે હેકર્સે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં 200 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જોકે, દિલ્હી પોલીસે આ માહિતીને નકારી કાઢી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે એઈમ્સના અધિકારીઓએ કોઈપણ પ્રકારની ખંડણી માંગવાનો ઈન્કાર કર્યો છે. શું આતંકવાદી એંગલથી તપાસ થશે? તે વિષે જાણો શું તપાસનીતિ અપનાવશે NIA?… NIA આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત કેસોની તપાસ કરે છે. એનઆઈએ એઈમ્સ સર્વર હેક કેસમાં આતંકવાદી એંગલથી તપાસ કરે તેવી પૂરી શક્યતા છે.

મળતી માહિતી મુજબ, કરોડો દર્દીઓ ઉપરાંત એઈમ્સના સર્વરમાં મોટી સંખ્યામાં વીવીઆઈપી ડેટા પણ હાજર છે. રેન્સમવેર એટેકને કારણે ડેટા સંવેદનશીલ હોવાની શક્યતા છે. તપાસ એજન્સીની ભલામણ પર એમ્સના કમ્પ્યૂટરો પર ઈન્ટરનેટ સેવા રોકવામાં આવી છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In), ગૃહમંત્રાલયના અધિકારી અને દિલ્હી પોલીસની ટીમે રેંસમવેયર હુમલાની તપાસ કરી રહી છે. શુક્રવારે (25 નવેમ્બર), દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે સાયબર આતંકવાદ અને છેડતીનો કેસ નોંધ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાલાસિનોર બેઠક પર ગુજરાતી અભિનેતા પ્રચાર અર્થે પહોંચ્યા
Next articleચીનના રસ્તાઓ પર ટેન્ક, શું 33 વર્ષ જૂના નરસંહારનું પુનરાવર્તન થઇ રહ્યું છે ?