Home ગુજરાત બાલાસિનોર બેઠક પર ગુજરાતી અભિનેતા પ્રચાર અર્થે પહોંચ્યા

બાલાસિનોર બેઠક પર ગુજરાતી અભિનેતા પ્રચાર અર્થે પહોંચ્યા

34
0

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં રાજકીય પક્ષો જોરશોરમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેવામાં ત્રણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો રોડ શો, સભાઓ યોજી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા જિલ્લાની ઈડરના વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને દિગ્ગજ કલાકાર હિતુ કનોડિયા મહીસાગર જિલ્લામાં પ્રચાર અર્થે પહોચ્યા હતા. જ્યાં વિવિધ જગ્યાઓ પર સભા યોજી ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી.

બાલાસિનોર વિધાનસભા બેઠકના ઉમેદવાર માનસિંહ ચૌહાણને જીતાડવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા દિગ્ગજ અભિનેતા અને સાબરકાંઠાની ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયા આજે મહિસાગર જિલ્લાની બાલાસિનોર વિધાનસભા બેઠક પર પ્રચાર અર્થે પહોંચ્યા હતા.

તેઓએ વીરપુર તાલુકાના ડેભારી સરદાર ચોક, વીરપુર, પાંસરોડા, ખરોડ અને બાલાસિનોર તાલુકાના દેવ ચોકડી ખાતે સભા સંબોધી હતી. જ્યાં તેઓએ ભાજપને જીતાડવા લોકોને અપીલ કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડીસામાં મકાનમાં ભોંયરૂ બનાવી તેમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપાયો
Next articleગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, એમ્સ સર્વર હેક કેસની NIA કરી શકે છે તપાસ