Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટી કરી રહી છે વિચાર, ‘દારુ પીવાની મળશે છુટ, સંવિધાનમાં કરશે...

કોંગ્રેસ પાર્ટી કરી રહી છે વિચાર, ‘દારુ પીવાની મળશે છુટ, સંવિધાનમાં કરશે ફેરફાર’

61
0

કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છે. પાર્ટીએ પોતાના સંવિધઆનમાં અત્યાર સુધીના સૌથી મોટા ફેરફાર કરવા જઈ રહી છે. પાર્ટી સંગઠને એસસી/એસટી, ઓબીસી અને અલ્પસંખ્યકોને 52 ટકા અનામત આપવા પર સંશોધન કરી રહી છે. તેની સાથે જ બાકી 50 ટકા અનામત સામાન્ય શ્રેણી માટે હશે. આ તમામમાં 50 ટકા પદ પર મહિલાઓ માટે અનામત હશે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, એસસી અને એસટી માટે 25 ટકા અનામત, ઓબીસી અને અલ્પસંખ્યકો માટે 25 ટકા અનુમાત હશે. તેમાંથી 50 ટકા સીટ મહિલાઓ માટે અનામત હશે. બાકી 50 ટકા સામાન્ય શ્રેણી માટે હશે. તેમાંથી પણ પચાસ ટકા મહિલા હશે. એટલે કે, સંગઠનમાં 75 ટકા અનામત હશે. તેની સાથે પાર્ટી સંવિધાનમાં સંશોધન કરીને ડિજિટલ સભ્યપદને સામેલ કરી રહ્યા છે. તો વળી પાર્ટી સભ્યપદ માટે લેવાતા શપથમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે.

પાર્ટી સંવિધાનમાં 16 જોગવાઈ અને 32 નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ છે. નવા સભ્યને ખાદી પહેરવાની સાથે ધર્મનિરપેક્ષતાના પણ શપથ લેવા પડશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, સંવિધાનના ખંડ પાંચના નિયમનો દાયરો વધારી દેવામાં આવ્યો છે. હાલમાં પાર્ટી સભ્ય બનવા માટે આલ્કોહોલ ડ્રિંક અને નશીલા પદાર્થથી દૂર રહેવાની જોગવાઈ છે.

કોંગ્રેસની અંદર એક મોટો વર્ગ શપથમાં આલ્કોહોલ શબ્દ હટાવાની માગ કરી રહ્યા હતા. તેમની દલીલ હતી કે, હાલના સમયમાં આવી કસમ લેવડાવવી યથાર્થવાદી નથી. કેટલાય સભ્યો દારુ પીવે છે, ત્યારે આવા સમયે તેમના સભ્યપદ પર સવાલ ઉઠાવી શકાય છે. પાર્ટી આ નિર્ણયને ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી તરીકે પણ જોઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્રમાં ડુંગળીનો આ ભાવે મળતા ખેડૂતોએ કહ્યું કે, “કા તો મોત આપો કે સારો ભાવ આપો”
Next articleRSSના સહ સરકાર્યવાહક 10-20 લાખ ટન ઘઉં પાકિસ્તાન મોકલવાની માંગ કરી