Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરી, કર્મચારી દ્વારા UPS...

કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરી, કર્મચારી દ્વારા UPS કે NPSમાંથી એક પસંદ કરી શકાશે

40
0

(જી.એન.એસ) તા.1

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા મનલવારે એટલે કે, 1 એપ્રિલ 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરી, જેમાં ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઇચ્છે છે. 24 જાન્યુઆરીના રોજ, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ના વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે આ યોજના આજથી લાગુ કરવામાં આવશે. UPS માત્ર અને માત્ર સરકારી કર્મચારીઓ માટે જ લાગુ થશે, જેઓ NPS હેઠળ નોંધાયેલા છે. સરકારી કર્મચારીઓ પાસે NPS અથવા UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. 

આ યોજના ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઈચ્છે છે. UPS તે કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ થશે જેઓ પહેલાથી જ NPS હેઠળ નોંધાયેલા છે. તેમની પાસે હવે NPS અથવા UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. એવામાં તેના ફાયદા કેવી રીતે મેળવી શકાય અને કયો વિકલ્પ વધુ સારો છે તે વિષે જાણીએ.

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રના 23 લાખ કર્મચારીઓને UPS નો લાભ મળશે. જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે. આ સેવાનો લાભ લેવા કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપેલી હોવી જરૂરી છે. તેમજ સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાહતનો લાભ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીના પેન્શનના 60% હિસ્સો મળશે. વધુમાં જે કર્મચારીએ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેને ઓછામાં ઓછુ મહિને રૂ. 10,000 સુધીનું પેન્શન મળશે.

UPS હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે, જે તેમની નિવૃત્તિ પહેલાના 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% હશે. જયારે NPSમાં પેન્શનની રકમ માર્કેટના રિટર્ન પર આધારિત હતી, જેના કારણે તે વધઘટ થતી રહે છે.

– સરકારી કર્મચારીઓએ UPS અને NPS બંનેમાં તેમના પગારના 10% યોગદાન આપવું પડશે. જયારે સરકાર NPSમાં 14% અને UPSમાં 18.5% યોગદાન આપશે. 

– UPS હેઠળ, 25 વર્ષની સેવા પછી, કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે. મોંઘવારી દર પ્રમાણે પેન્શન પણ વધશે. જ્યારે NPSમાં કોઈ નિશ્ચિત પેન્શન નથી.

NPS હેઠળ આવરી લેવા કેન્દ્રીય કર્મચારીઓ માટે 25 જાન્યુઆરી, 2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં NPS હેઠળના તમામ સરકારી કર્મચારીઓને UPS વિકલ્પ પસંદ કરવાની તક મળે છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, UPS પસંદ કરનારા લોકોને અન્ય પોલિસીના લાભો, નાણાકીય લાભો મળશે નહીં.

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ ઇન્ડેક્સેશન પણ ઉમેરવામાં આવ્યું છે. મતલબ કે નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન મોંઘવારી પ્રમાણે વધતું રહેશે. આ વધારો મોંઘવારી ભથ્થાના રૂપમાં પેન્શનમાં ઉમેરવામાં આવશે. આની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-W)ના આધારે કરવામાં આવશે. નિવૃત્તિ પર એક સામટી રકમ પણ આપવામાં આવશે.

મહત્વનું છે કે, જૂની પેન્શન સ્કીમ (OPS) બંધ કર્યા બાદ સરકારે 2004માં તમામ સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ (NPS) શરૂ કરી હતી. NPSમાં એકાઉન્ટ પોર્ટેબલ છે એટલે કે તેને દેશમાં ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે. સરકારે તેને 2009માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખોલ્યું હતું. હવે આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને પણ UPS પર સ્વિચ કરવાની સુવિધા આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field