Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેજરીવાલે ઉપરાજ્યપાલને મોકલ્યા નામ, દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ કે આતિશી?!

કેજરીવાલે ઉપરાજ્યપાલને મોકલ્યા નામ, દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ કે આતિશી?!

40
0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટમાં મંત્રી બનાવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ ઉપરાજ્યપાલને મોકલી દીધા છે. સામાચાર એજન્સી એએનઆઈએ પોતાના સૂત્રોના હવાલેથી બુધવારે આ જાણકારી આપી છે.

હકીકતમાં જોઈએ તો, દિલ્હીમાં મંગળવારે ચાલી રહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળા મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. બંને મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ થયાં છે.

ત્યાર બાદ દિલ્હીના રેવન્યૂ મંત્રી કૈલાશ ગહલોતને નાણા તથા વીજળી વિભાગ, જ્યારે સામાજિક કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદને શિક્ષણ તથા સ્વાસ્થ્ય વિભાગનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, તેમને મંત્રીમંડળમાં નવા મંત્રીઓની નિમણૂંક થવા પર વધારાનો પદભાર સોંપવામાં આવ્યો છે.

એવું માનવામાં આવે છે કે, દિલ્હી મંત્રીમંડળમાં સૌરભા ભારદ્વાજ અને આતિશીને લાવવા પાછળ એકમાત્ર કારણ એ છે કે, ફટાફટ વિભાગોની વહેંચણી કરી દેવામાં આવે. જેથી કોઈ એક પર તેનો ભાર ન આવે. સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 33 વિભાગોમાંથી 18 વિભાગ હતા. તેમના વિભાગનો પ્રભાર સ્થાયી વ્યવસ્થા થાય ત્યાં સુધી ગહલોત તથા આનંદની વચ્ચે વહેંચવામાં આવ્યો છે.

આ સંબંધમાં એક અધિકારીએ કહ્યું કે, નવા મંત્રીઓની નિમણૂંક થવા સુધી ગહલોત નાણા, યોજના, લોક નિર્માણ વિભાગ, વીજળી, શહેરી, ગૃહ, સિંચાઈ અને પુર નિયંત્રણ તથા જળ વિભાગનો વધારાનો પ્રભાર સંભાળશે. તેમણે કહ્યું કે, રાજકુમાર આનંદ શિક્ષણ, ભૂમિ અને ભવન, સતર્કતા, સેવા, પર્યટન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, સ્વાસ્થ્ય તથા ઉદ્યોગોનો પ્રભાર સંભાળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્રીસમાં માલગાડી-પેસેન્જર ટ્રેન અથડાતા અકસ્માત, 26 લોકોના મૃત્યુ, અનેક લોકો થયા ઘાયલ
Next articleG-20 સમિટની સજાવટના રાખેલા ફુલોના કુંડા ઉપાડી ગયો, 24 કલાકમાં પોલીસે આરોપીને ઝડપ્યો