Home દુનિયા - WORLD એલએસી પર ચીનની અવળચંડાઇ સામે કેન્દ્રનો મોટો નિર્ણય,સરહદે 9400 જવાન તહેનાત કરાશે

એલએસી પર ચીનની અવળચંડાઇ સામે કેન્દ્રનો મોટો નિર્ણય,સરહદે 9400 જવાન તહેનાત કરાશે

75
0

(જી.એન.એસ) તા.16


મુંબઈ


LAC પર ચીનની અવળચંડાઇ સામે કેન્દ્રનો મોટો નિર્ણય, 7 નવી બટાલિયનને મંજૂરી 2025-26 સુધી યોજના પૂરી કરાશે, PMના વડપણ હેઠળની બેઠકમાં નિર્ણય ભારત ચીન સરહદે એટલે કે એલએસી પર સુરક્ષાને વધુ મજબૂત કરવા કેન્દ્રીય કેબિનેટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ની નવી સાત બટાલિયન અને એક સ્થાનિક હેડક્વાર્ટરની રચનાની મંજૂરી અપાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે આયોજિત કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાઇ હતી.


ભારત ચીન સરહદે સુરક્ષાનો સૌથી પહેલી લાઇનનો મોરચો આઇટીબીપીના જવાનો સંભાળે છે. છેલ્લાં ઘણાં સમયથી લદાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. તેથી આ નિર્ણયથી ભારતની સુરક્ષા વધુ મજબૂત બનશે. અહીં આઇટીબીપી જવાનોએ લગભગ આખું વર્ષ તહેનાત રહેવું પડે છે. તેથી નવી ભરતી પછી જવાનોને વધુ આરામ અને તાલીમ આપવામાં પણ સરળતા રહેશે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, જાન્યુઆરી 2020માં આઇટીબીપીની 47 સીમા ચોકી અને 12 કેમ્પ બનાવવાની મંજૂરી મળી હતી. તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે ITBPની નવી સાત બટાલિયન, 9400 નવા હોદ્દા અને એક સ્થાનિક મુખ્યાલય બનશે. તેનું કામ 2025-26 સુધી પૂરું થઇ જશે.કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ રૂ. 4800 કરોડ પણ મંજૂર કરાયા છે. તેમાં રૂ. 2500 કરોડ માર્ગ નિર્માણ પાછળ ખર્ચાશે. તે દેશની ઉત્તર સરહદના વ્યૂહાત્મક મહત્ત્વ માટે જરૂરી છે. લદાખની ઑલ વેધર કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને શિન્કુ ટનલને પણ મંજૂરી અપાઇ છે. 16,703 ફૂટની ઊંચાઇએ આ ટનલ બની ગયા પછી લદાખને વાયા મનાલી-દારચા હિમાચલ પ્રદેશ સાથે જોડી શકાશે, જેથી કારગીલ કે સિયાચિન સેક્ટરમાં કોઇ પણ પ્રકારની કટોકટી વખતે ભારતીય સેનાને સૈનિકો-શસ્ત્રસરંજામ સરળતાથી પહોંચાડી શકાશે.કેન્દ્ર સરકારના જણાવ્યાનુસાર, ચીન સાથે સરહદ ધરાવતા ભારતીય ગામોમાં માળખાગત વિકાસ માટે આ પ્રોગ્રામ શરૂ કરાયો છે. તેમાં લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના 19 જિલ્લાના 2,966 ગામ સામેલ છે. આ તમામ ગામમાં વ્યૂહાત્મક ધોરણે માર્ગ નિર્માણને લગતી યોજનાઓ અમલી કરાશે. આ સમગ્ર યોજના બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામથી જુદી હશે અને તેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ કાર્યક્રમ હેઠળ મહત્ત્વના વિસ્તારોમાં લોકોને વસાવાશે તેમજ પ્રવાસન કેન્દ્રો પણ વિકસાવાશે.


વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ ઇન્ડો તિબેટીયન બોર્ડ પોલીસની રચના કરવામાં આવી હતી. આ દળ લદ્દાખના કારાકોરમ પાસથી લઈને અરૂણચાલ પ્રદેશના જાસેફ લા સુધી 3,488 કિમી લાંબી લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)ની સુરક્ષા કરે છે. આ ફોર્સના 90 હજાર જવાનો આર્મીની સાથે મળીને ફરજ નિભાવે છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપિયુષ મિશ્રા રણબીર કપૂર થી ખાસ્સા ઇમ્પ્રેસ થયા
Next articleવિમાન કંપનીઓ 1500થી 1700 વિમાનનો ઓર્ડર આપી શકે છે.દેશમાં પાંચ લાખ રોજગારી સર્જાશે