Home દેશ - NATIONAL આ વર્ષે અમરનાથ યાત્રા 29મી જૂન 2024 થી શરૂ થશે અને 19મી...

આ વર્ષે અમરનાથ યાત્રા 29મી જૂન 2024 થી શરૂ થશે અને 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે

33
0

(G.N.S) dt. 14

આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ 2024, સોમવારથી શરૂ થશે. આ યાત્રા 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે 45 દિવસની હશે. જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ https://jksasb.nic.in પર નોંધણી કરાવી શકે છે.

અમરનાથની વાર્ષિક યાત્રા બે માર્ગો દ્વારા થાય છે – અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા અને સાંકડા 14 કિમીનો બાલટાલ માર્ગ. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું છે. અમરનાથ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં 135 કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) 19 મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા 11 મીટર જેટલી ઊંચી છે. અમરનાથ મંદિર હિન્દુઓના સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે અને તેની સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. આ મંદિરમાં 51 શક્તિપીઠ છે (એ સ્થાનો જ્યાં દેવી સતીના શરીરના અંગો પડ્યા હતા). તેને તે સ્થાન તરીકે પણ વર્ણવવામાં આવે છે જ્યાં ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય કહ્યું હતું. આ મંદિરનો મોટાભાગનો ભાગ આખા વર્ષ દરમિયાન બરફથી ઘેરાયેલો રહે છે. ઉનાળાની ઋતુમાં મંદિર ખૂબ જ ટૂંકા ગાળા માટે ખોલવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે મેનિફેસ્ટો બહાર પાડ્યો
Next articleઅમદાવાદમાં સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ઝડપાયો