(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ,
આ સપ્તાહે 7 કંપનીના IPO નું શેરબજારમાં લિસ્ટિંગ થશે. આ કંપનીના IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. મુક્કા પ્રોટીન્સ અને M.V.K. એગ્રો ફૂડનો IPO 4 માર્ચે બંધ થશે. આ ઉપરાંત 8 નવા IPO પણ લોન્ચ થશે.
પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ GMP – 49.71 ટકા : IPOના શેર 5 માર્ચે BSE અને NSE પર લિસ્ટ થશે. જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા ન હતા તેઓને 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે. 4 માર્ચે જ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે.
એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ્સ GMP – 109.15 ટકા : આ કંપનીના IPO નું પણ 5 માર્ચે BSE અને NSE પર લિસ્ટિંગ થશે. જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા ન હતા તેઓને 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે. શેર 4 માર્ચે જ ડીમેટ ખાતામાં જમા થશે.
ભારત હાઇવે ઇન્વિટ GMP – 2 ટકા : આ મેઈનબોર્ડ IPOના શેર 6 માર્ચે BSE અને NSE પર લિસ્ટ થશે. શેરની ફાળવણી 4 માર્ચે થશે. રિફંડ 5 માર્ચથી આવવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.
મુક્કા પ્રોટીન્સ GMP – 103.57 ટકા: આ મેઈનબોર્ડ IPOના શેર 7 માર્ચે BSE અને NSE સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. 5 માર્ચે શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવશે. રિફંડ 6 માર્ચથી શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.
ઓવેસ મેટલ અને મિનરલ પ્રોસેસિંગ GMP – 164.37 ટકા : આ SME IPO ના શેર NSE SME પર 4 માર્ચના રોજ લિસ્ટ થશે.
પર્વ ફ્લેક્સીપેક GMP- 176.06 ટકા : આ SME IPO ના શેર NSE SME પર 5 માર્ચે લિસ્ટ થશે. 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.
એમ.વી.કે. એગ્રો ફૂડ GMP – 4.17 ટકા : આ SME IPO ના શેર NSE SME પર 7 માર્ચે લિસ્ટ થશે. 5 માર્ચે શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવશે. રિફંડ 6 માર્ચથી આવવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.