Home દેશ - NATIONAL આર્જેન્ટિનાની પેટ્રોલિયમ કંપની YPFના ચેરમેને એ પી.એમ મોદીને ગિફ્ટમાં મેસ્સીની જર્સી આપી

આર્જેન્ટિનાની પેટ્રોલિયમ કંપની YPFના ચેરમેને એ પી.એમ મોદીને ગિફ્ટમાં મેસ્સીની જર્સી આપી

65
0

(GNS NEWS)

વડાપ્રધાન મોદીને સોમવારે ખાસ ભેટ મળી છે. આર્જેન્ટિનાની પેટ્રોલિયમ કંપનીના ચેરમેન પાબ્લો ગોન્ઝાલેઝે સોમવારે ઈન્ડિયા એનર્જી વીકના અવસર પર પી.એમ મોદીને મેસ્સીની જર્સી ભેટમાં આપી હતી.પી.એમમોદીએ મેસ્સીને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા ફિફા વર્લ્ડ કપ ફાઈનલ બાદ પી.એમ મોદીએ લિયોનેલ મેસ્સી અને આર્જેન્ટિનાની ટીમને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું ફીફાએફાઈનલ 2022ને અત્યાર સુધીની સૌથી રોમાંચક ફૂટબોલ મેચમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે. આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ચેમ્પિયનનો તાજ પહેરાવવા બદલ અભિનંદન! તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આર્જેન્ટિના અને મેસ્સીના લાખો ભારતીય ચાહકો આ જીતથી ખુશ છે.’ફાઈનલમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી પર 4-2થી હરાવ્યું હતું. નિર્ધારિત 90 મિનિટ સુધી બન્ને ટીમ 2-2ની બરાબરી પર હતી. એક્સ્ટ્રા ટાઇમ બાદ મેચ 3-3ની બરાબર પર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેચમાં મેસ્સીએ ફાઈનલમાં બે ગોલ કર્યા હતા. તો, ફ્રાંસ તરફથી કાઇલિયન એમબાપ્પેએ હેટ્રિક ફટકારી હતી.આર્જેન્ટિનાએ ત્રીજીવાર ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન, પી.એમમોદીએ ભારતમાં એનર્જી ડિમાન્ડના મુદ્દા વિશે વાત કરી હતી. તેમણે એનર્જી સેક્ટરના વૃદ્ધિ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે ‘આજે ભારત ઊર્જા ક્ષેત્રે રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.’

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહલ્દવાની માં સુપ્રીમ કોર્ટે ૮ અઠવાડિયા સુધી ઘર અને મંદિર-મસ્જિદ હાલમાં તુટશે નહીં; અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી સામે સ્ટે આપ્યો
Next articleશ્રી 11 ગોળ વણકર સમાજ પ્રેરિત શ્રી દીપરા બાવીસી ગોળ વણકર સમાજ દ્વારા વિસનગર ખાતે પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન