Home દુનિયા - WORLD આઇસીસીના ચેરમેન અને સીઇઓએ લાહોરની મુલાકાત દરમિયાન પાક. બોર્ડ પાસે ખાતરી માગી

આઇસીસીના ચેરમેન અને સીઇઓએ લાહોરની મુલાકાત દરમિયાન પાક. બોર્ડ પાસે ખાતરી માગી

63
0

(GNS),01

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન અને સીઇઓ હાલમાં લાહોરમાં છે અને તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પાસેથી આગામી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની મને ભારત મોકલવા માટે ખાતરી માગી છે. ભારતમાં ઓક્ટોબરમાં આઇસીસી વન-ડે વર્લ્ડ કપ યોજાનારો છે અને તેમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ભારત આવવા ઇનકાર કરે છે. તેને બદલે પાકિસ્તાને નવા હાઇબ્રિડ મોડેલને આગળ કરીને એવી દલીલ કરી છે કે એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલીને યુનાઇટેડ આરબ અમિરાતમાં રમવા માગતી હોય તો અમે પણ આ વર્લ્ડ કપમાં આમ જ કરવા માગીએ છીએ. જોકે આઇસીસીએ એવી પણ ખાતરી માગી છે કે પીસીબી આ વખતના વર્લ્ડ કપ માટે હાઇબ્રિડ મોડેલનું અમલીકરણ કરવા માટે દબાણ કરશે નહીં અને પોતાની ટીમને ભારતમાં રમવા માટે મોકલશે. પીસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે આઇસીસીના ચેરમેન જ્યોર્જ બાર્કલે તથા સીઇઓ જ્યોફ ઓલર્ડાઇસ આ મામલે ખાસ લાહોર ગયા હતા અન તેમણે પીસીબી પાસેથી પાકિસ્તાનની ટીમને ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં ટીમ મોકલવાની ખાતરી માગી હતી.

તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નઝમ સેઠીએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે આગામી એશિયા કપમાં જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો અમે આગામી વર્લ્ડ કપ માટે અમારી ટીમ ભારત મોકલીશું નહીં. પીસીબીની ક્રિકેટ મેનેમેન્ટ સમિતિના વડાનો કાર્યભાર સંભાળતા નઝમ સેઠીના આ નિવેદન બાદ આઇસીસી અને વર્લ્ડ કપના યજમાન ભારતીય ક્રિકેટ બોર્ડ ચિંતિત છે કે પાકિસ્તાન આ તબક્કે હાઇબ્રિડ મોડેલનો અમલ કરાવે નહીં. નઝમ સેઠીએ હાઇબ્રિડ મોડલનું સૂચન એશિયા કપ માટે કર્યું હતું જેનો અમલ હવે તેઓ આઇસીસીની ઇવેન્ટ માટે કરાવવા માગે છે. આઇસીસીની ચિંતા એ છે કે આ મોડેલ રિજનલ ઇવેન્ટ માટે છે જેનો ભવિષ્યમાં પાકિસ્તાન ભારત સામે રમતા અગાઉ આઇસીસીની ઇવેન્ટ સુધી આગળ ધપાવવા માગે છે. તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. સેઠીએ અગાઉથી જ એવા સંકેત આપ્યા હતા કે જો પાકિસ્તાન સરકાર સુરક્ષાના મામલે ભારતમાં ટીમ મોકલવાની મંજૂરી આપે નહીં તો પીસીબી ભવિષ્યમાં આઇસીસીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોઊ તટસ્થ સ્થળે આયોજિત કરવાની વિનંતી કરશે. દેખીતી રીતે જ આઇસીસી કે બીસીસીઆઈ આ પ્રકારની પરિસ્થિતિ ઇચ્છશે નહીં કેમ કે કોઈ પણ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો સફળતાની ખાતરી હોય છે. સૂત્રોએ ઉમેર્યુ હતું કે આ જ એક મહત્વનું કારણ છે કે શા માટે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ એશિયા કપ માટે આ હાઇબ્રિડ મોડલનો સ્વિકાર કરવામાં ખચકાટ અનુભવે છે અને તેમણે એશિયા કપની ત્રણ કે ચાર મેચ યોજવાના સૂચનને ટેકો આપ્યો હતો જ્યારે બાકીની મેચ યુએઈ અથવા તો શ્રીલંકામાં યોજાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઈનલ માટે શરૂ કરી તૈયારી
Next articleWTC ફાઇનલ અગાઉ ભારતીય બોલર્સે આકરી મહેનત શરૂ કરી દીધી