Home ગુજરાત WREU અને સેવ અર્થ NGO દ્વારા અમદાવાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, રેલવે DRM...

WREU અને સેવ અર્થ NGO દ્વારા અમદાવાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, રેલવે DRM રહ્યા ઉપસ્થિત

572
0

(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા)તા.૦૯
પર્યાવરણની પ્રત્યે જાગરૂકતા વધારવા અને ગ્લોબલ વાર્મિંગથી સુરક્ષા માટે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયેજ યુનિયન અમદાવાદ WREU પ્રેસિડેન્ટ સાથી આર. સી. શર્મા દ્વારા મંડલમંત્રી સાથી એચ.એસ.પાલના નેતૃત્વ હેઠળ સેવ એર્થ નામની ખાનગી સરકારી સંગઠનના સહયોગથી અમદાવાદની આર. એચ રેલવે કોલોનીમાં વૃક્ષારોપણ નું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ રેલવે ના DRM દીપકકુમાર ઝા, WREU ના મંડળ મંત્રી સાથી એચ.એસ પાલ, સાથે અન્ય રેલવે ના અધિકારીઓ સાથે SAVE EARTH. NGO ના સુનિલ વોરા પણ ઉપસ્થિત રહી 200 વૃક્ષ રોપવામાં આવ્યા હતા.
WREU ના મીડિયા પ્રવક્તાએ સંજય સૂર્યબલિયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ એક યાદગાર તરીકે યોજાયો હતો. ત્યારે WREU અમદાવાદમાં આવેલ કાંકરિયા પાસે આવેલ રાજપુર હિરપુર રેલવે કોલોની માં વૃક્ષો રોપી માનવતાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે WREU ના મંડલ સાથી એચ.એસ પાલે જણાવ્યું કે દરેક વ્યક્તિને રોજ એક વૃક્ષ રોપી તેનું જતન કરવો જોઈએ. જતન કરવા થી દેશ ગ્લોબલ વોર્મિંગ થી બચશે અને અમદાવાદ હરિયાનું અમદાવાદ બનશે.
10 હજાર વૃક્ષના પ્રતિજ્ઞા લઈ સેવ અર્થ NGO ના મેડમ સંધ્યાએ જણાવ્યું કે અમારું લક્ષ્ય બહુ મોટું છે જેમાંથી અત્યારે 2600 થી વધારે વ્રક્ષો અમે રોપી તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમે માત્ર વ્રક્ષો વાવવનું કામ નથી કરતા અમારું કામ તેનું જતન પણ છે જેથી સેવ અર્થ NGO ના દરેક સદયસ્ય પોધાનું ધ્યાન રાખી તેને વીજ પાણી જેવી સુવિધા આપે છે. વૃક્ષ રોપવામાં અમારું કોઈ સ્વાર્થ નથી અને અમે નિસ્વાર્થ થી દર શનિવારે રવિવાર વૃક્ષરોપણ કરીયે છીએ. હજુ અમારી મંજિલ દૂર છે તે મંજિલ સુધી પહોંચવા માટે હજુ સેવ અર્થ NGO વૃક્ષારોપણ કરશે.

Previous articleદેશની અર્થવ્યવસ્થાનો દુશ્મન કોણ…..? દેશની જૂની પદ્ધતિનો અમલ સરકાર કરશે ખરી….?
Next articleટ્રાફિક દંડનાત્મક જોગવાઈઓ કેટલી વ્યાજબી….? રોડ, રસ્તા, પાણી, ગટર વગેરેના જવાબદારો માટે દંડની જોગવાઈ કેમ નહીં….?