(જી.એન.એસ : હર્ષદ કામદાર)
દુનિયામાં આવનાર પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન 40 ટકા જેટલું વધી શકે તેવી ચેતવણી ભર્યો અહેવાલ વર્લ્ડ મિટિયરોલોજીકલ ઓર્ગેનાઝેવને આપેલ ત્યારબાદ યુએન એ વિશ્વના દેશોને ધરતીનુ ઉષ્ણતામાન ઘટાડવા બાબતે, નિષ્ણાતોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા તેમજ પર્યાવરણને બચાવવા માટે વિશ્વના દેશોને ચેતવણી આપેલ. ત્યારે જો ગરમી વધી જાય તો ક્લાઇમેટ ચેન્જને નાથવા માટેના શરૂ કરવામાં આવેલ તમામ પ્રયાસો પર પાણી ફરી વળે. બીજી તરફ વિશ્વની મોસમ સંસ્થાના વિજ્ઞાનિઓના કહેવા મુજબ 2025 નું વર્ષ સૌથી ગરમ સાબિત થશે. ગરમી વધવાને કારણે દુનિયાભરના દરિયાના પાણી ગરમ થશે જે કારણે વાવાઝોડામાં પણ વધારો થશે અને તે સમગ્ર વિશ્વના દેશો માટે આર્થિક સહિતના વિકાસ કાર્યો માટે નુકસાન દેહી બની રહેશે. તે સાથે બર્ફીલા પ્રદેશો કે વિસ્તારોનો બરફ વધુ ઝડપે પીગળવા લાગશે જેના પરિણામરૂપે દરિયા કિનારા નજીકના વિસ્તારો પાણીમાં ગરક થઈ જશે તો અનેક દ્વીપોનુ અસ્તિત્વ જ નહીં રહે. સમગ્ર ધરતી માટે ક્લાઈમેટ ચેન્જ આજે મોટો ખતરો બની ગયો છે. વિશ્વના દેશો આ બાબતે ભારે ચિંતા વ્યક્ત કરતા આવવા સાથે વિશ્વ પર્યાવરણ સંમેલનો તથા શિખર બેઠકો કરતા રહ્યા છે જેમાં ગરમી ઓછી કરવા, હવામાં ભળતો કાર્બન નાથવા, જળ- વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે લાંબી લાંબી ચર્ચાઓ કરવા સાથે વિવિધ નિર્ણયો લેવાયા છે્ પરંતુ તેનો અમલ કેટલા દેશોએ કેટલો કર્યો છે તે કોઈ પણ દેશ દાવા સાથે નથી કહી શકતો. જ્યારે કે વિશ્વ સ્તરની શિખર બેઠકો કે પર્યાવરણ સંતુલનમાં આવી સ્થિતી જડમૂળથી ખતમ કરવા માટે કોઈ ઠોસ નિર્ણય લેવામાં ફીફા ખાડતું રહ્યું છે. જેના પરિણામો હવે વિશ્વના દેશોએ ભોગવવાની શરૂઆત થઈ ગઈ છે….!
વિશ્વભરના ઉદ્યોગો દ્વારા હવામાં કાર્બન ડાયોક્સાઇડ છોડવાને કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે તેમજ રસાયણ યુક્ત ઝેરી પાણી નદીઓ, તળાવો કે જેનો ઉપયોગ પીવાના પાણી માટે કે સિંચાઈ વગેરે માટે થાય છે તેમાં છોડવામાં આવે છે. જે કારણે પીવાના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. ટૂંકમાં વાતાવરણમાં દૂષિત હવા અને દૂષિત પીવાના પાણીને કારણે લોકોના આરોગ્યને મોટું નુકસાન થાય છે અને થઈ રહ્યું છે. હવામાં કાર્બન છોડતા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે પરંતુ ચીન પ્રથમ ક્રમે આવે છે અને બીજા ક્રમે અમેરિકા આવે છે. ભારતે જ્યારથી 5 ટ્રીવીયા ઈકોનોમીની વાત કરી છે ત્યારથી ભારત ઔદ્યોગિક ઉત્પાદનો વધારવા ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે. અને એ કારણે વિશ્વ કક્ષાએ ભારતના દરેક પગલા પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે હવેના સમયમાં વાતાવરણમાં છોડાતો કાર્બન ડાયોક્સાઇડ ઓબ્સોર્બ થાય તે જરૂરી છે, તો કેમિકલ પ્રદુષિત પાણીના નિકાલ માટે નદી, તળાવ, જમીનોમાં નહી છોડતા અન્ય રીતે વાળવા જરૂરી છે, તદ ઉપરાંત જંગલોના વૃક્ષો તેમજ જે તે નાના- મોટા શહેરોમા તથા વિકાસ કામોના બહાને વૃક્ષો કાપવાનું રોકવુ અતિ જરૂરી છે. નહીં તો…. આવનાર સમય દુનિયાભરની માનવજાત માટે ઘાતક નીવડવાની સંભાવના વધુ છે….!
વંદે માતરમ્
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.