Home હર્ષદ કામદાર ચીન શા માટે ભારતની સરહદો સળગાવવા પ્રયત્નો કરી રહ્યું છે….?

ચીન શા માટે ભારતની સરહદો સળગાવવા પ્રયત્નો કરી રહ્યું છે….?

87
0
SHARE

(જી.એન.એસ : હર્ષદ કામદાર)
ચીનની વિસ્તારવાદી નીતિને લઈને ચીન સાથે સરહદ ધરાવતા 14 જેટલા દેશો સાથે વિવિધ બાબતોને લઈને વિવાદો ચાલી રહ્યા છે. જ્યારે કે ચીન પોતાનું જે તે દેશો પર વર્ચસ્વ જમાવવા જે તે દેશની જરૂરિયાત અનુસાર સહાય આપવી કે વિકાસ કાર્યો કરી આપવા ઊભુ રહે છે. પછી ધીરી ગતિએ મિત્રતાને બહાને સહાય કરેલ દેશમાં નાની મોટી થાણા થપ્પી કરી કાયમી અડ્ડો ઊભો કરે છે અને તે કારણે વિશ્વના દેશોને જોડતો રસ્તો બનાવવા પાકિસ્તાન- આફ્રિકી દેશો સહિતનાને તૈયાર કર્યા….તે સાથે તેની દાદાગીરી પણ વધવા લાગી જેમાં આસિયાન દેશો પણ તેનો ભોગ બન્યા છે. આસિયાન દેશોમાં ચીન અને અમેરિકાએ વર્ચસ્વ જમાવવાનું શરૂ કરેલું છે. તો ભારત વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી જોડાયેલુ છે અને લાંબા સમયથી તેઓની સાથે સંબંધ ધરાવી રહ્યું છે. બીજી તરફ ચીન ભારત સાથે તદ્દન નિર્લજ્જ વર્તન કરી રહ્યું છે ત્યારે ભારત તેનો સામનો કરવા માટે વાર્તાલાપને જ મહત્વ આપતું રહે છે. જે કારણે આસિયાન દેશોને દૂધ અને દહીંમાં પગ રાખવા પડે છે અને એ કારણે ભારત સાથે ખુલીને જાહેરમા આવતા નથી એટલે હવે ભારતે આસિયાન દેશો સાથે સંબંધો વધારી તેમનો વિશ્વાસ જીતવો જરૂરી છે. જો તેમ થાય તો ભારત આસિયાન દેશોનો સાથ મેળવી ચીનને તમામ રીતે ફાઈટ આપી શકે તેમ છે. પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યા પછી ચીન સાથે યુદ્ધ કરવાની રશિયાની વ્યુહ નીતિનો ભારતે અમલ ન કર્યો તેના પરિણામે ભારત સાથે પોતાના લુચ્ચાઈપણામા ચીન સફળ રહ્યું છે…..! જે એક હકીકત છે. ત્યારે ભારતે આસિયાન દેશો સાથે મિત્રતા વધારવી જરૂરી છે જે ભવિષ્યમા ફાયદારૂપ બની રહે તેવી સંભાવના વધુ છે…. અને ત્યારે જ ચીન સામે ભારતનો ફુફાડો કારગત બની રહે તેવી શક્યતા વધુ છે……!
કોરોના કાળમાં ચીનના ન વાણી, વર્તન અને વ્યવહારથી વિશ્વના દેશો ચીનથી નફરત કરવા લાગ્યા છે પરંતુ તેનો સમગ્ર રીતે બહિષ્કાર કરવા વિશ્વના દેશો એક થવા પર આવ્યા નથી. બીજી તરફ ચીનમા ત્યાંના સરકારી તંત્ર દ્વારા મુસ્લીમ પ્રજા ઉપર જે પ્રકારે યાતનાઓ ગુજારવામાં આવી રહી છે તેનાથી મુસ્લીમો ત્રાસી ગયા છે અને ચીનભરમાં ચાલી રહેલી પ્રજાકીય લોકશાહીનુ માંગણીને ટેકો કરી રહ્યા છે. ચીનના સમગ્ર ગ્રામ્ય વિસ્તારો, નાના શહેરોમાં લોકશાહીની ચિનગારી પ્રજ્વલિત થઈ ગઈ છે જે ગમે ત્યારે વિસ્ફોટ રૂપે ફાટે તેવી સ્થિતિ બની ગઇ છે.બીજી તરફ ઇસ્લામિક સ્ટેટ ઓફ લેવેન્ટે ચીનને પોતાનો દુશ્મન નંબર વન જાહેર કર્યો છે તો આઈ એસ ચીન ભરમાં આતંકી હુમલા કરવાનું આયોજન કરી રહ્યું છે……! બીજી તરફ ચીનમાની આવી સ્થિતિ વચ્ચે વીજળી કટોકટીને લીધે વિજળી કાપે ઉદ્યોગોને ઠપ કરી દીધા છે તે સાથે દરેક પ્રકારના ઉત્પાદનો અટકી ગયા છે. જ્યારે કે વિદેશી રોકાણકારો પોતાના ઉદ્યોગ સમેટી અન્ય દેશો તરફ ભાગવા લાગ્યા છે અને વિશ્વના મોટાભાગના દેશો પોતાને જરૂરી ચીજ-વસ્તુઓ મેળવવા અન્ય દેશો તરફ વળી ગયા છે. પરિણામે ચીનની હાલત કફોડી બની ગઈ છે. અને મહામંદીમાં સપડાઈ ચૂક્યુ છે…..! આવી સ્થિતિને લઇને રાષ્ટ્રપતિ શી જીનપીગ ચીનથી બહાર જવાનું ટાળી રહ્યા છે. અને ચીની નાગરિકોનુ ધ્યાન ડાયવર્ટ કરવા ભારતની સરહદે ઉબાડીયા કરવા સાથે લદાખ સરહદે તથા ખરવાની ઘાટી સળગાવી રહ્યું છે… જ્યારે કે ભારત કૂટનીતિ અનુસાર માત્ર વાટાઘાટો ચલાવતું રહે છે અને ચીનના યુધ્ધ કરાવવાના મનસુબા પર પાણી ફેરવી રહ્યું છે….! જે કારણે ચીનમાં પ્રજાકિય ક્રાંતિ થવાની શક્યતા વધી પડી છે…..!
વંદે માતરમ્

Print Friendly, PDF & Email