Home દેશ - NATIONAL ભારતનું હાલના સમયમાં મુખ્ય દુશ્મન કોણ…..?

ભારતનું હાલના સમયમાં મુખ્ય દુશ્મન કોણ…..?

116
0

(જી.એન.એસ : હર્ષદ કામદાર )
પડોશી દેશો પૈકી ભારતનું દુશ્મન કોણ એ બાબત આમ પ્રજા એવું સમજી રહી છે કે આપણું પ્રથમ મુખ્ય દુશ્મન પાકિસ્તાન છે… પછી બીજા ક્રમે ચીન આવે અને હવે ભારત માટે અફઘાનિસ્તાનના તાલિબાનોનો ખતરો….પાક.અને ચીનના કારણે વધ્યો છે. અને આ બધી હકીકતો વચ્ચે ખરેખર તો ચીન અને રશિયા એશિયામાંથી અમેરિકાનું પ્રભુત્વ ઘટાડવા માટે થઈને તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. તેમાં પણ 20 વર્ષથી અમેરિકી લશ્કરના અફઘાનિસ્તાનમાં તાલીબાનો ને હરાવવા ધામા હતા અને તેને હરાવવામા નિષ્ફળ રહ્યું. આખરે અફઘાનિસ્તાનમાં થાણેના ડેરા-તંબુ ઉઠાવી લઈ ઘરભેગા થવું પડ્યુ. મતલબ તાલીબાનો શક્તિશાળી પુરવાર થયા. આ તાલિબાન કોઈ રાજકીય પક્ષ નથી કે નથી કોઈ દેશ પરંતુ કટ્ટરવાદીઓનું એક મોટું જૂથ કહી શકાય. આ તાલિબાનોને અમેરિકાના ઓશિયાળા અને વહાલા ગણાતા પાકિસ્તાનનો આંતરિક રીતે ટેકો હતો જેની જાણ અમેરિકા જેવી મહાસત્તાને અફઘાનિસ્તાન છોડ્યા પછી થઈ. અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધા બાદ તાલિબાનોએ તેનો કબજો કરી લીધો અને સરકાર પણ બનાવી લીધી. પરંતુ સરકાર બનાવતા તાલીબાની જૂથો વચ્ચે ડખ્ખો પડતા તુરંત પાક.ના આઈએસઆઈના વડા કાબુલ પહોંચી ગયા અને સમાધાન કરાવી સરકાર રચવામાં સહાય કરી અને તાલિબાન સરકાર બની ગઈ છે એક સત્ય છે. જ્યારે કે ચીને આર્થિક સહાયની જાહેરાત કરી દીધી. તો કંગાળ પાકિસ્તાને તમામ મદદ માટે દોડવા લાગ્યું અને તાલિબાન સરકારને માન્યતા મળે તે માટે વિશ્વના દેશોને મળવા વિશ્વભરમાં દોડતા રહ્યા છે છતાં હજુ સફળતા મળી નથી. ત્યારે બીજી તરફ ચીન પાક.નો સંયુક્ત પ્રયાસ ભારત સરહદે તાલીબાની ત્રાસવાદીઓના હુમલા કરાવી ભારતને ઘેરવાની હતી પરંતુ તેમાં સફળતા મળી નહીં. કારણ કે ભારતે અફધાનિસ્તાનને ઘણી મોટી મદદ કરી છે અને ભવિષ્યે ભારત જ સહાય કરશે જે તાલિબાન સરકાર સમજતા ભારતમાં સુકામેવાની નિકાસ કરવાની શરૂઆત કરાવી દીધી. ત્યારે ચીન-પાક. ની ધારણા ખોટી પડી અને ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી જમીન પચાવી પાડી બાંધકામ કરી દીધા તથા હિમાચલ સરહદે વિવિધ બાંધકામો કરીને લશ્કરી જમાવડો કરી દીધો છે. મતલબ ચીન અને પાકિસ્તાન પૈકી ભારતનુ દુશ્મન નંબર વન ચીન જ છે તેમ કહેવુ કોઈ અતિશયોક્તિ નથી…..!
સમગ્ર ચીનની પ્રજા શી જીનપીગના શાસનથી ત્રસ્ત થઈ ગઈ છે અને આંતરિક પ્રજાકીય આક્રોશ બેહદ વ્યાપી ગયેલો છે જે ક્યારે ભભુકી ઉઠી વરવુ સ્વરૂપ પકડે તે કહી શકાય તેમ નથી….!! અને આ કારણે શિ જીનપિંગ ચીન છોડીને બહાર પ્રવાસે જતા નથી કારણ કે તેમને ડર છે કે બહાર પ્રવાસે જઉ અને પાછળ બળવો થાય તો….?જ્યારે કે ચીનમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારો ચીન છોડી અન્ય દેશોમાં રોકાણ તરફ વળી ગયા છે.ચીનમા વિજળી કટોકટીને લઈને આમ પ્રજા ત્રસ્ત છે તો મોટા પ્રમાણમાં વિવિધ ઉત્પાદનો કરતાં નાના મોટા ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે. ઉપરાંત મોટાભાગના દેશોએ ચીનના ઉત્પાદનોની ખરીદી બંધ કરી અન્ય દેશો તરફ વળી ગયા છે જેની ચીનના અર્થતંત્ર પર મોટી અસર થઈ છે અને મહામંદી તરફ સરકતુ જઈ રહ્યું છે… આ માટે અગત્યનો ફાળો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો છે જેની અસર વિશ્વના અનેક દેશોને થવાની સંભાવના છે…..! એટલા માટે શિ જીન પિંગ પોતાની સત્તા જાળવી રાખવા માટે ચીનની સરહદે આવેલા દેશો સાથે વિવિધ ઉબાડીયા કરી રહ્યું છે…અને તેમાં ભારત પ્રથમ ક્રમે છે અને ચીન કદાચિત યુધ્ધ ઈચ્છી રહ્યુ હોય તેવી સંભાવના હોઈ શકે છે….! પરંતુ ભારતના નવુ સંશોધન બૃહદ ચીનને આવરી લેતી મિસાઈલ પછી ચીનને ડર હોઈ શકે…. છતાં આતો લુચ્ચુ દગાખોર ચીન છે…..!!
વંદે માતરમ્

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field