(જી.એન.એસ),તા.૧૧
મુંબઈ
ઊર્ફી જાવેદ બોલિવૂડની વિયર્ડ ફેશન ક્વીન ગણાય છે. તે હંમેશા ટૂંકા અને અતરંગી કપડાં પહેરેલી જોવા મળે છે. બોલીવુડમાં અત્યારે એવી કોઈ જ સેલેબ્રિટી નથી કે જે ઊર્ફીની વિયર્ડ ફેશન કેરી કરી શકે. એક માત્ર ઊર્ફી જ આવા વિયર્ડ લૂકને કેરી કરી શકે છે. ઊર્ફીએ આ લુક પૂર્ણ કરવા માટે હાઇ બન હેરસ્ટાઇલ સાથે ન્યુડ ગ્લોસી મેકઅપ અને વ્હાઇટ કલરની હિલ્સ પહેરી હતી. તાજેતરમાં ઊર્ફી એક ઇવેન્ટમાં સ્પોટ થઈ હતી અને આ વખતે તેણીએ તમામ હદો પાર કરી દીધી હતી. લોકો તેણીનો આ અજીબ લુક જોઈને ખૂબ જ ભડકી ઉઠયા છે અને તેણીને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ઊર્ફી પર આવી નેગેટિવ કમેન્ટ્સની કોઈ જ અસર થઈ નથી રહી. ઉર્ફીનો એક વિડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં ઊર્ફી એક ઈવેન્ટમાં સ્પોટ થઈ હતી. આા ઈવેન્ટ માટે તેણીએ કપડાં જ પહેર્યા ન હતા. જી હા, તમે સાચું વાંચી રહ્યા છો. આ વાયરલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, ઊર્ફીએ કપડાંના બદલે તેના શરીર પર સિલ્વર મેટલની ચેઇન્સ લપેટી હતી. બોટમવેર તરીકે પારદર્શક કી-હૉલ વાળું બ્લેક કલરનું લોંગ સ્કર્ટ બ્લેક હાઇ વેસ્ટ બ્રીફ સાથે કેરી કર્યું હતું. ઊર્ફીએ પાપરઝીની સામે ઢગલાબંધ પોઝ આપ્યા હતા. ઊર્ફીનો આ ફોટોશૂટ વાળો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ અનેક લોકો ઊર્ફી પર ભડકી ઉઠયા છે. આ વીડિયો જોઈને લોકો એવું કહી રહ્યા છે કે, મારો દેશ બદલાઈ રહ્યો છે. જેમાં, અભિનેત્રીને આવા કપડામાં જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફીના વિડિયો પર એક યુઝરે લખ્યું કે, આ જ રીતે કપડાં પહેરો, તમે હળવાશ અનુભવશો. બીજા યુઝરે લખ્યું- આ ગરીબ વ્યક્તિ પાસે કપડાં નથી, તેથી તેણી ચેઈન પહેરીને ફરી રહી છે. બીજી તરફ ઊર્ફીના વફાદાર ચાહકોએ તેણીની આ વિયર્ડ ફેશન સેન્સના વખાણ કરતાં કહ્યું છે કે, એક માત્ર ઊર્ફી જ છે કે જે આવા અજીબો- ગરીબ કપડામાં પણ એકદમ સુંદર લાગી શકે છે. જ્યારે બીજાએ લખ્યું કે, તે આત્મવિશ્વાસથી ભરપૂર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.