Home હર્ષદ કામદાર વિપક્ષોની એકતા ઇચ્છતા મમતાએ ખૂદે કોંગ્રેસ- આપને શિકાર બનાવ્યા ….!

વિપક્ષોની એકતા ઇચ્છતા મમતાએ ખૂદે કોંગ્રેસ- આપને શિકાર બનાવ્યા ….!

85
0
SHARE

(જી.એન.એસ : હર્ષદ કામદાર)
દેશમાં જેમ જેમ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ક્ષેત્રે ગરમીનો પારો ઊંચે ચઢતો જઈ રહ્યો છે. દરમિયાન કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે જે આંતરિક ઊહાપોહ હતો તે સીડબલ્યુસી ની બેઠકમાં જ દબાઈ ગયો. સોનિયા ગાંધીએ હું જ કોંગ્રેસની પૂર્ણ સમયની પ્રમુખ છું કહીને તમામની બોલતી બંધ કરી દીધી. ત્યારે પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિહે કોંગ્રેસમાંથી છૂટા પડી નવા પક્ષની રચના કરી દીધી પરંતુ પંજાબમાં તેઓને જોઈએ તેવો આવકાર મળ્યો નથી કારણ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂત તરફી કોઈ કાયદો ન બનાવ્યો તેમજ અનેક પ્રજાકિય યોજનાઓનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યા જેથી પ્રજાકિય આવકાર પણ નથી મળ્યો… પરંતુ ભાજપને પંજાબમાં પ્રવેશ કરવાનો રસ્તો મળી ગયો છે અને તે છે કેપ્ટનના પક્ષ સાથે બેઠક સમજૂતી કરવાનો. જ્યારે કે કેપ્ટન ખેડૂતોનુ આંદોલન ખતમ કરવા માટે અમિત શાહ સાથે લાંબી ચર્ચાઓ કરી તેમાં ટેકારૂપ અનાજના ભાવો જાહેર કરવા માટેનો કાનૂન બનાવવો…. પરંતુ આવુ થશે કે કેમ તેના પર કિસાન નેતાઓને શંકા છે…..! બીજી તરફ ખેડૂતોમાં આક્રોશ વધુ પ્રમાણમાં ભડક્યો છે જે ભાજપ માટે તકલીફ દેહી છે… કારણ યુપી અને પંજાબની ચૂંટણીઓમાં પણ મોટી અસર થઇ શકે તેમ છે. તેમાં પણ લખીમપૂર ખેડૂત રેલી પર જીપ ચડાવી દેવા બાબતે સરકારી તંત્રે કેવી રીતની કામગીરી કરી છે તેના પર શંકાના વાદળો ઘેરાયા છે. તે સાથે એવી હવા ફરી વળી છે કે મંત્રી પુત્રને બચાવવા ખેડૂતોને ગુનેગાર દર્શાવવા પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબત ભાજપ માટે ચિંતાનો વિષય છે…..!
એક સમયે વિપક્ષોને એકજૂટ કરવા- વિપક્ષોની એકતા કરવા નીકળેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી- ટીએમસીના સર્વેસર્વા નેતા મમતા બેનર્જી હવે કોંગ્રેસને આડે હાથ લઈ રહ્યા છે તો આપ નેતા કેજરીવાલને પણ આડેહાથ લેવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ-ભાજપથી ડરી ગઈ હોવાનો આક્ષેપ કરેલ તેમજ ભાજપનો સામનો કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે તે સાથે ટીએમસીના મુખપત્રમાં કોંગ્રેસના વારસાનો ધ્વજ ટીએમસીના હાથમાં હોવાનું લેખમાં પ્રસિદ્ધ કરી મમતાએ રાહુલને નબળા નેતા ગણાવ્યા છે અને આવું કહીને પોતે પીએમ પદ માટેનો આડકતરો દાવો ઠોકી દીધો છે. જ્યારે કે આપના કેજરીવાલને હિન્દી બેલ્ટ ઉપર ધ્યાન આપવા અને પોતે નાના રાજ્યો તથા ઉત્તર-પૂર્વ તરફ ધ્યાન આપશે તેવી ફોર્મ્યુલા નક્કી કરેલ પરંતુ કેજરીવાલ માન્યા નહીં તે કારણે ગોવામાં “આપ” ઉપર હુમલો કરવાનું શરૂ કરી દીધું તેમજ અન્ના હજારેને કારણે કેજરીવાલ સીએમ બન્યા હોવાનું કહેતાં આપ નેતા ભડકી ગયા છે. તો બીજી તરફ ગોવામાં કોંગ્રેસના પૂર્વ સીએમ ફેલેરિયો તેમજ સરદેસાઇ સહિત કેટલાક નેતાઓને ટીએમસીમાં લાવ્યા બાદ લિએન્ડર પેસ જેવા નામી લોકપ્રિય ખેલાડીને ટીએમસીમાં ખેચી લાવી ગોવા ભરમાં મોટા બેનરો લગાવી ટીએમસી નો મોટા પ્રમાણમાં પ્રચાર કર્યો છે.. તો બીજી તરફ ગોવામા તમામ પક્ષોને એક થવા આહ્વાન કર્યું છે…. પરંતુ અન્ય સ્થાનિક પક્ષો તેમનો વિશ્વાસ કરતાં અચકાય છે… કારણ કોંગ્રેસ તથા આપને ભાંડવામાં બાકી રાખી નથી તો પછી આપણું શું…..? તેવી શંકા વ્યક્ત થઈ રહી છે. જો કે કોંગ્રેસે કે રાહુલ ગાંધીએ મમતા કે તેમના પક્ષ વિરુદ્ધ એક હરફ ઉચ્ચાર્યો નથી પરંતુ ગોવામાં ત્રીપાખીયો જંગ ખેલાય તેવુ નિશ્ચિત બની રહ્યું છે. જે કારણે તેનો લાભ ભાજપને જ મળશે તે સ્પષ્ટ છે તેવુ દેખાઈ રહ્યું છે…..!
વંદે માતરમ્

Print Friendly, PDF & Email