Home દુનિયા - WORLD યુક્રેનમાં અમેરિકાએ વધુ ૩ હજાર સૈનિકો મોકલ્યા

યુક્રેનમાં અમેરિકાએ વધુ ૩ હજાર સૈનિકો મોકલ્યા

120
0

(જી.એન.એસ),તા.૧૨


યુક્રેન


યુક્રેન પર રશિયા હુમલાને લઈને નાટો દેશ ચિંતિત છે. તેની ચિંતા ઓછી કરવા માટે પણ અમેરિકા નાટો દેશમાં સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ૩૦૦૦ સૈનિકોને પોલેન્ડ મોકલવામાં આવી રહ્યા છે. આ સૈનિક ઉત્તરી કૈરોલિનાના ફોર્ટ બ્રેગમાં તૈનાત હતા અને આવતા અઠવાડિયે પોલેન્ડ પહોંચશે. તમામ સૈનિકો અમેરિકાની ૮૨મી એયરબોર્ન ડિવિઝનની પગપાળા સેનાનો ભાગ છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સૈનિક યુક્રેન અને રશિયાની વચ્ચે થનારા કોઈ યુદ્ધનો ભાગ નહીં બને. તેનો હેતુ ફક્ત નાટો દેશની સેનાને ટ્રેનિંગ આપવી અને યુદ્ધની સ્થિતિ સામે લડવાની તૈયારીઓ કરવાની રહેશે. નાટોના સભ્ય દેશ પોલેન્ડની સીમા યુક્રેન અને રશિયાના દેશની સાથે છે. યુએસ પ્રેસિડન્ટ જાે બાઈડેને જાહેરાત અમેરિકાના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર જેક સુલિવનની અપીલ બાદ આવ્યું છે. જેમાં સુલિવને તમામ અમેરિકી નાગરિકોએ તત્કાલ યુક્રેન છોડવાની અપીલ કરી હતી. સુલિવને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન કોઈ પણ સમયે યુક્રેન પર આક્રમણ શરૂ કરવાનો આદેશ આપી શકે છે. આ માટે અમેરિકી નાગરિકોને યુક્રેનથી નીકળી જવું જાેઈએ. પોલેન્ડમાં તૈનાત અમેરિકાના સૈનિકોના સિવાય જર્મનીમાં ડિપ્લોય લગભગ ૧૦૦૦ અમેરિકી સૈનિક રોમાનિયા પહોંચી ગયા છે. આ સિવાય અમેરિકાની ૧૮મી એરબોર્ન કોરના મુખ્યાલયથી ૩૦૦૦ સૈનિક જર્મની પહોંચ્યા છે. તેની કમાન લેફ્ટિનન્ટ જનરલ માઈકલ ઈ. કુરિલ્લાના હાથમાં છે. નાટો દેશની વચ્ચે અમેરિકાના ૮૦ હજાર સૈનિક યૂરોપમાં તૈનાત છે. તેમાં કેટલાક સ્થાયી છે અને કેટલાક એક સ્થાનથી અન્ય સ્થાને શિફ્ટ થઈ રહ્યા છે.રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે સ્થિતિ બગડી રહી છે. અમેરિકાએ હવે યૂક્રેનની પાસેના નાટો દેશમાં સેનાની સંખ્યા વધારી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને ૩૦૦૦ અને અમેરિકી સૈનિકોને પોલેન્ડ જવા રવાના થવાનો આદેશ આપ્યો છે. પહેલાથી અમેરિકાના ૧.૭ હજાર સૈનિકો પોલેન્ડમાં તૈનાત છે. આ તમામ ઘટનાક્રમની વચ્ચે આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બાઈડેનની વચ્ચે ફોન કોલ પર વાત થવાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field