Home દેશ - NATIONAL US બાદ હવે સિંગાપુરે ભારતીય IT પ્રોફેશનલ્સના વિઝા પર લગાવી રોક

US બાદ હવે સિંગાપુરે ભારતીય IT પ્રોફેશનલ્સના વિઝા પર લગાવી રોક

381
0

(જી.એન.એસ), તા.૩ નવી દિલ્હી
અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના કડક નિર્ણયોને લઈને ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં ચિંતા વધતી જાય છે, તમામનું ધ્યાન US વિઝા પોલિસી ઉપર મંડાયું છે. આ દરમિયાન સિંગાપુરમાં કામ કરવા માટે આઈટી પ્રોફેશનલ્સને મળનારા વિઝા ઉપર પણ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. તેના કારણે સરકારે વ્યાપક આર્થિક સહયોગ સમજૂતી (CECA)ની સમીક્ષા તાત્કાલિક રોકવી પડી રહી છે જે તેણે ટ્રેડ પેક્ટના હવાલો આપતા શરૂ કરી હતી.
સિંગાપુરમાં કાર્યરત ભારતીય કંપનીઓ સ્થાનિક કર્મચારીઓને નોકરીએ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં આ કંપનીઓ પોતાનું કંઈક કામ બંધ કરી તે વિસ્તારના બીજા દેશોમાં શરૂ કરવાની શક્યતાઓ તપાસી રહી છે. એચસીએલ અને ટીસીએસ સિંગાપુર જનારી શરૂઆતની કંપનીઓ પૈકીની છે. બાદમાં ઇન્ફોસિસ, વિપ્રો, કોગ્નિજંટ અને એલએન્ડટી ઇન્ફોટેક જેવી કંપનીઓએ પણ સિંગાપુરની વાટ પકડી હતી.
નેસકોમના પ્રેસિડન્ટ આર ચંદ્રશેખરે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે, વિઝાની સમસ્યા 2016ની શરૂઆતમાં શરૂ થઈ અને અત્યાર સુધીમાં તેમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. તમામ ભારતીય કંપનીઓને યોગ્ય વિચાર કરવા કહેવામાં આવ્યું છે જેનું મૂળ અર્થ છે કે સ્થાનિક લોકોને નોકરીઓ આપવામાં આવે. ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા એક અધિકારીએ જણાવ્યું કે અમારા લોકોને કોઈ પણ વ્યવહારિક ઉદ્દેશ્ય માટે વિઝા નથી મળી રહ્યો.
આઈટી અને બેન્કિંગ સેક્ટરની સમસ્યાઓના કારણે ભારત સરકારે ત્યાં સુધી એ વસ્તુઓનો વિસ્તાર રોકવાનો નિર્ણય લીધો જેની પર આયાત શુલ્ક ઘટશે, જ્યાં સુધી સ્થાનિક ઉદ્યોગોની ચિંતાઓ દૂર નથી થતી.ઉલ્લેખનીય છે કે આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં કેપિટલની જરૂરિયાતને લઈને પારદર્શિતાનો અભાવ છે.
સૂત્રોએ જણાવ્યું કે સિંગાપુરની અલગ-અલગ ઓથોરિટી ઇકોનોમિક નીડ્સ ટેસ્ટ (INT) પર ભાર મૂકી રહી છે જેમાં કેટલાક આર્થિક માપદંડો પર ખરું ઉતરવાનું હોય છે અને ભારતીય પ્રોફેશનલ્સને નોકરી આપવાથી રોકે છે. એક ભારતીય અધિકારીએ કહ્યું, તેઓ આ પગલા ત્યારે લઈ રહ્યા છે જ્યારે CESEમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સેવાઓ પર સમજૂતી થઈ તેમાં કોઈ INT કે કોટા નહીં હોય. આ સમજૂતીનું ઉલ્લંઘન છે. આ અધિકારીએ સમજૂતી માટે ચાલી રહેલી વાતચીતને ધ્યાને લઈ પોતાની ઓળખ જાહેર ન કરવાની ઈચ્છા દર્શાવી. હાલના વર્ષોમાં સિંગાપુર પોતાની ધરતી પર વિદેશી પ્રોફેશનલ્સને નોકરી આપવામાં વિરોધી દેશ તરીકે ઉભરી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્રમ્પ સરકારના રિપોર્ટમાં ભારત પર હ્યૂમન રાઇટ ઉલ્લંઘનનો આરોપ
Next articleગુજરાતના પહેલા મહિલા ઈન્ચાર્જ DGP ગીથા જોહરી