Home વ્યાપાર જગત US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવે તેવી શક્યતાએ ભારતીય શેરબજારમાં...

US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવે તેવી શક્યતાએ ભારતીય શેરબજારમાં સાવચેતીનું વલણ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૬૯૩.૫૭ સામે ૫૨૬૫૦.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૯૩.૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૪.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૨.૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૪૧.૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૩૭.૪૫ સામે ૧૫૭૩૯.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૯૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૦૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ફુગાવાની આગની લપેટમાં આવી ગયેલા વિશ્વમાં ફરી મહામંદીના એંધાણ મળવા લાગી અમેરિકી શેર બજારો -વોલસ્ટ્રીટ મંદીમાં ગરકાવ થઈ ગયાના નિષ્ણાંતોના અભિપ્રાય આવવા લાગતાં વૈશ્વિક બજારોમાં ફફડાટની સાથે ભારતીય શેરબજારમાં પણ આજે અફડાતફડીના અંતે નરમાઈ આગળ વધી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ તેમજ ટાટા સ્ટીલ સાથે કેટલાક આઈટી શેરોમાં ફંડોએ હળવા થવાનું પસંદ કરતાં બીએસઇ સેન્સેક્સ બે – તરફી વોલેટીલિટીના અંતે ૧૫૨.૧૮ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૩૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

ફુગાવો – મોંઘવારીનો આંક અમેરિકામાં ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચવા સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ૦.૭૫%નો વ્યાજ દર વધારો થવાની વધેલી આશંકા અને ભારતમાં હોલસેલ ફુગાવાનો આંક વધીને આવતાં અને વધતાં વ્યાજ દરોએ ધિરાણ મોંઘુ બનતાં લોન ડિફોલ્ટરોની સંખ્યા અને બેંકોની એનપીએમાં ફરી જંગી વધારો થવાનું જોખમ વધતાં નેગેટીવ પરિબળોએ ફોરેન ફંડોની શેરોમાં સતત એક્ઝિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૪૬ લાખ કરોડ વધીને રૂ.૨૪૫.૦૬ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, યુટિલિટીઝ, ટેક, રિયલ્ટી, આઈટી, એફએમસીજી, ટેલિકોમ, પાવર, ઓઈલ એન્ડ ગેસ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૯ અને વધનારની સંખ્યા ૧૭૭૫ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વ સમગ્ર હાલ મોંઘવારીના વિષચક્ર સામે લડી રહ્યું છે. ગત સપ્તાહે ભારત અને ઓસ્ટ્રેલિયાએ વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત બાદ આજની બેઠકમાં પણ અમેરિકન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો નિશ્ચિત છે, જોકે આ અરસામાં યુરોપની સેન્ટ્રલ બેંક પણ સફાળે જાગી છે અને તાકીદની બેઠક બોલાવી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની વ્યાજદરની નીતિ – નિર્ધારણ ગવર્નિંગ કાઉન્સિલની આજે એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે જેમાં બોન્ડ માર્કેટમાં ઉથલપાથલની ચર્ચા અને વ્યાજદર અંગે નિર્ણૅય લેવામાં આવી શકે છે. આ અનિશ્ચિત બેઠકમાં અનેક યુરોપિયન દેશોમાં વધતા જતા ઉધાર ખર્ચ સામે લડત લડવાનો રોડમેપ પણ રજૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુરોપિયન સેન્ટ્રલ બેંકએ ગત ગુરૂવારે એકથી વધુ તબક્કામાં શ્રેણીબદ્ધ વ્યાજદર વધારાની સંભાવના વ્યકત કરી હતી.

આ નિવેદન બાદ બોન્ડ યિલ્ડમાં એક તરફી તીવ્ર વધારો થયો છે. જર્મનની બોન્ડની યિલ્ડ ઈટાલીના બોન્ડની યિલ્ડનો તફાવત આજે ૨ વર્ષની ટોચે પહોંચ્યો છે જે સમગ્ર યુરોઝોનમાં મસમોટી મંદીના એંધાણ આપે છે. આ અગાઉ ECBએ કોરોના મહામારી દરમિયાન અનિશ્ચિત બેઠક યોજી હતી જેમાં ૧.૭ ટ્રિલિયન યુરોના બોન્ડ – ખરીદીની ઇમરજન્સી પરચેઝ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે આજે જ અમેરિકામાં પણ ફેડરલ રિઝર્વની બેઠક છે. યુએસ સેન્ટ્રલ બેંકની આ નીતિ નિર્ધારણ બેઠકમાં વ્યાજદરમાં ૦.૫૦%નો વધારો થવાની અપેક્ષા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશાલ થલોટિયાની કોસોવો ચેમ્બર ઓફ કોમર્સના ભારતીય પ્રેસિડેંટ તરીકે નિમણુંક
Next article૧૮ જૂને વડાપ્રધાન મોદીના હસ્તે વિશ્વવિદ્યાલયના સંકુલનું શિલાન્યાસ કરાશે
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.