Home દેશ - NATIONAL UP ATSએ ભારતીય સેનાની અંગત માહિતી પાકિસ્તાન મોકલનાર ISI એજન્ટની ધરપકડ કરી

UP ATSએ ભારતીય સેનાની અંગત માહિતી પાકિસ્તાન મોકલનાર ISI એજન્ટની ધરપકડ કરી

19
0

(GNS),17

પાકિસ્તાનમાં પોતાના આકાઓને ભારતીય સૈન્ય મથકો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવાના આરોપમાં UP STF એ રવિવારે એક શંકાસ્પદ ISI એજન્ટની ધરપકડ કરી છે. સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રઈસ મુંબઈમાં અરમાન નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેણે તેને ભારત વિરુદ્ધ જાસૂસી કરવા માટે રાજી કર્યો હતો. એટલું જ નહીં, તેને પાકિસ્તાની નાગરિક દ્વારા દુબઈમાં પૈસા અને નોકરીનું વચન પણ આપવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 2022માં રઈસને વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. હુસેનનો સંપર્ક કરવા જણાવાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે રઈસને ભારતમાં મુખ્ય સૈન્ય સ્થાપનોની તસવીરો મોકલવાનું કહેવામાં આવ્યું હતું.

ISI એજન્ટની UP ATSએ ધરપકડ કરી

પોલીસના જણાવ્યા અનુસાર આ ગુનામાં સલમાન અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ પણ સામેલ હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે રઈસને આ કામ માટે 15,000 રૂપિયા મળ્યા હતા. તે બાંગ્લાદેશમાં નોંધાયેલા મોબાઈલ નંબર દ્વારા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના સંપર્કમાં હતો. રઈસ વિરુદ્ધ લખનૌ એટીએસ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 121A (યુદ્ધ છેડવાનો અથવા કરવાનો પ્રયાસ કરવો) અને 123 (યુદ્ધ ચલાવવાની યોજનાને સરળ બનાવવાના ઈરાદાથી છૂપાવવા) અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અરમાન અને સલમાનની ધરપકડના પ્રયાસો ચાલુ છે. તાજેતરમાં UP ATSએ ગુજરાત ATSના ઇનપુટ પર ગોરખપુરના મોહમ્મદ તારિક અતહરની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલો તારિક અથર અબુ બકર અને અલ બગદાદીથી પ્રભાવિત હતો. તે મુજાહિદ બનીને ભારતમાં જેહાદ અને શરિયા કાયદો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આટલું જ નહીં તારિકે ISISનું સભ્યપદ પણ લીધું હતું. તે તમામ યુવાનોને સોશિયલ મીડિયા દ્વારા જોડીને જેહાદ માટે અલગ મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તારિક અથર ટેલિગ્રામ ગ્રૂપ દ્વારા રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ શેર કરીને યુવાનોને ફસાવતો હતો. તે યુવાનોને જોડીને જેહાદી વિચારધારાનું એક અલગ મોડ્યુલ તૈયાર કરવામાં વ્યસ્ત હતો. યુપી ATSએ લખનૌથી તારિક અતહરની ધરપકડ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશના મેરઠમાં શોપ્રિક્સ મોલ પાસે રેપિડ રેલનો થાંભલો પડતા 8 મજૂર દટાયા
Next articleહિમાચલપ્રદેશના કુલ્લુ-મનાલીમાં પૂરમાં ફસાયેલા 70,૦૦૦ને બચાવ્યા, 26 ના મોત