Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ UP સરકાર કરી રહી છે GIS પર કામ, મુસાફરોને રસ્તાની સટીક...

UP સરકાર કરી રહી છે GIS પર કામ, મુસાફરોને રસ્તાની સટીક જાણકારી મળશે

53
0

રસ્તા પર મુસાફરી દરમિયાન સુરક્ષા સાથે સફર મજેદાર બને તે માટે ઉત્તર પ્રદેશમાં લોક નિર્માણ વિભાગએ ગજબનો પ્લાન બનાવ્યો છે અને એક ભૌગૌલિક સૂચના સિસ્ટમ આધારિત પ્લેટફોર્મ ડેવલોપ કરી રહી છે. આ પ્લેટ પ્લેટફોર્મ દ્વારા લોકોને રસ્તાની વાસ્તવિક સ્થિતિ પુરી પાડવામાં આવશે. લોક નિર્માણ વિભાગના Geographic Information System આધારિત આ પ્લેટફોર્મ દ્વારા રસ્તાની સાચી જાણકારી મળશે. યૂઝર્સ આ પ્લેટફોર્મ દ્રારા પોતાની યાત્રા શરૂ કરતાં પહેલાં રસ્તાની સ્થિતિની સચોટ જાણકારી પ્રાપ્ત કરી શકશે.

લોક નિર્માણ વિભાગના પ્રધાન સચિવ નરેંદ્ર ભૂષણે સંવાદદાતાઓને કહ્યું કે ભૌગૌલિક સૂચના સિસ્ટમ આધારિત આ પ્લેટફોર્મનો ઉપયોગ આંતરિક કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે, જેમ કે ખર્ચ મીટ્રિકની સાથે સિસ્ટમ પર જાણકારીને અપડેટ કરવી, ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓ માટે એક નેવિગેશન પેનલ પુરી પાડવી વગેરે. તેની દેખરેખ માટે ત્રણ લાખ કિલોમીટરનો રોડ નેટવર્ક હશે. વિભાગ રાજ્યના રાજમાર્ગો અને તેના અંતગર્ત થનાર અન્ય રોડ માટે 55,000 કિલોમીટરના વિવરણને એકિકૃત કરી રહ્યા છે.

વિભાગ દ્રારા કોન્ટ્રાક્ટ આપવા માટે ટેક્નિકલ બોલી મૂલ્યાંકન સોફ્ટવેરે સિસ્ટમ ‘પ્રહરી’ શરૂ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું ‘એ’ ‘બી’, સી અને ડી ગ્રુપ અંતગર્ત તમામ કોન્ટ્રાક્ટર કેટેગરીને બે વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવેલા સોફ્ટવેરના મહત્વ વિશે ટ્રેન કરવામાં આવ્યા છે. સોફ્ટવેર લોન્ચ કરતાં પહેલાં કોન્ટ્રાક્ટરો દ્રારા પ્રદાન કરવામાં ટેક્નોલોજી બોલીઓનું મેન્યુઅલરૂપથી મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને વરિષ્ઠ અધિકારીઓથી પક્ષપાત સંબંધિત ફરિયાદો કરવામાં આવી હતી. પ્રહરીએ ના ફક્ત વૈજ્ઞાનિક મૂલ્યાંકન પદ્ધતિ લાવી, પરંતુ એ પણ સુનિશ્વિત કરવામાં આવ્યું કે પ્રક્રિયા નિર્ધારિત સમય સીમાની અંદર સમાપ્ત થઇ જાય અને સૌથી ઉંચી બોલનારને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપતિની હત્યા કરનારી પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા
Next articleરાપરના ચિત્રોડમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો દારૂ આડેસર પોલીસે ઝડપી પાડ્યો