Home દેશ - NATIONAL UP: સરકારી સ્કીમથી હટશે સમાજવાદી શબ્દ, 24 કલાક વીજળીનો ઓર્ડર

UP: સરકારી સ્કીમથી હટશે સમાજવાદી શબ્દ, 24 કલાક વીજળીનો ઓર્ડર

268
0

(જી.એન.એસ),તા.૭
સીએમ યોગીએ ગુરુવારે રાતે એક વાગ્યા સુધી મીટિંગ કરીને અનેક મોટા ફેંસલા લીધા. ફાઈલ
લખનઉ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવાર રાત્રે એક વાગ્યા સુધી મંત્રીઓ અને અધિકારીઓ સાથે મીટિંગ કરી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે સરકારી યોજનાઓના નામમાંથી સમાજવાદી શબ્દ હટાવીને મુખ્યમંત્રી શબ્દ જોડવામાં આવશે. આ ઉપરાંત જેવરમાં એરપોર્ટ અને 14 એપ્રિલથી દરેક જિલ્લા હેડક્વાર્ટર પર 24 કલાક વીજળી આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
યોગીએ મીટિંગમાં અધિકારીઓને કહ્યું કે 14 એપ્રિલથી તમામ જિલ્લા હેડક્વાટર્સમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાલુકા અને ગામમાં 18 કલાક વીજળી આપવામાં આવશે. આગામી 100 દિવસોમાં વીજળી માટે 5 લાખ નવા કનેક્શન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજળી ચોરી રોકવા માટે અધિકારીઓને એક પ્રોજેક્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. મોટાભાગની સરકારી યોજનાઓમાં શરૂઆતમાં સમાજવાદી શબ્દ અખિલેશ સરકારમાં જોડવામાં આવ્યો હતો. હવે યોગી સરકારમાં તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી એરપોર્ટની માંગ થતી રહી છે. મીટિંગમાં જેવરમાં એરપોર્ટ બનાવવાને મંજૂરી આપવામાં આવી છે. જેવર નોઇડાની પાસે છે જે કેન્દ્રીય મંત્રી મહેશ શર્માનું સંસદીય ક્ષેત્ર છે. તે ગૃહ મંત્રી રાજનાથ સિંહના દીકરા પંકજ સિંહનું વિધાનસભા ક્ષેત્ર પણ છે.
યોગીએ આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વેના બાકી કામને મે સુધી પૂરું કરવાનો આદેશ આપ્યો છે. સીએમે કહ્યું- પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના બાંધકામ પર અમલ હજુ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. નોઇડા-ગ્રેટર નોઇડાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પર યોગીએ કહ્યું- તેમાં થઈ રહેલા વિલંબના કારણો જાણીને તેને દૂર કરવામાં આવશે. પ્રોજેક્ટ્સ પૂરા થવામાં થઈ રહેલો વિલંબ ઇકોનોમિ પર અસર પાડે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article64માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, બેસ્ટ ફિલ્મ નીરજા, બેસ્ટ એક્ટર અક્ષય
Next articleJ&K: હિમસ્ખલનમાં લાપત્તા થયેલા ત્રણેય જવાનોના મૃતદેહો મળી આવ્યાં