સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ભારતની ફટકારથી ધૂંધવાઈ ઉઠેલા પાકિસ્તાને હવે કોઈ ચારો ન બચતા પીએમ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી નાખી. પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના એક આપત્તિજનક નિવેદનમાં પાડોશી દેશની અકળામણ સ્પષ્ટ નજરે ચડી. યુએનની બેઠકોમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક પહોંચેલા બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદીને કસાઈ સુદ્ધા કહી નાખ્યા. આ અગાઉ ભારતે 9/11 ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને શરણ આપવા મુદ્દે પાકિસ્તાનની શાબ્દિક ધોલાઈ કરી હતી. નિવેદનમાં ભુટ્ટોએ કહ્યું કે ‘હું જણાવવા (ભારતને) માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પરંતુ કસાઈ જીવતો છે. પીએમ મોદીને અમેરિકાએ વિઝા આપવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે તેમને વિઝા મળ્યા. તેઓ આરએસએસના પીએમ છે અને તેના જ વિદેશમંત્રી પણ. આરએસએસ શું છે? તે હિટલરની ‘એસએસ’થી પ્રેરણા લે છે.
આ અગાઉ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ચીન અને પાકિસ્તાન તરફથી અપનાવવામાં આવી રહેલા આતંકવાદને લઈને બેવડા માપદંડ પર નિશાન સાધ્યું અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને સામુહિક રીતે તે દેશો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જે તેનો રાજનીતિક રીતે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. જયશંકરે પરિષદને પોતાના આતંકવાદ વિરોધી એજન્ડાને ફરીથી મજબૂત કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે આતંકવાદનું જોખમ વાસ્તવમાં વધુ ગંભીર થઈ ગયું છે. તેમણે આતંકવાદીઓ તરફથી અપનાવવામાં આવી રહેલી નવી અને ઉભરતી ટેક્નોલોજી વિરુદ્ધ સતર્કતા વર્તવાનું કહ્યું. જયશંકરે અમેરિકી નેતા હિલેરી ક્લિન્ટનના ભારતના પાડોશી દેશ પર અપાયેલા નિવેદનને પણ દોહરાવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાના આંગણામાં સાપ ઉછેરે છે તે સાપ એક દિવસ તેમને જ ડસી જાય છે.
જયશંકર પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારના હાલના આરોપ પર પૂછાયેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. ખારે આરોપ લગાવ્યો હતો કે આતંકવાદનો ઉપયોગ ભારત કરતા સારી રીતે અન્ય કોઈ દેશે કર્યો નથી. ત્યારે જયશંકરે કહ્યું હતું કે ખારે જે કહ્યું છે, મે તે સંલગ્ન ખબરો જોઈએ છે. જ્યાં સુધી મને યાદ છે, લગભગ એક દાયકા કરતા પણ અગાઉ જ્યારે હિલેરી ક્લિન્ટરને પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે હિના રબ્બાની મંત્રી હતા. તેમની સાથે ઊભા રહીને હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે જો સાપ તમારા આંગણામાં હોય તો તમે તેની પાસેથી એ આશા ન કરી શકો કે તે ફક્ત તમારા પાડોશીને જ કરડશે. સાપ તે આંગણામાં તેને રાખનારાઓને પણ કરડશે પરંતુ જેમ કે તમને ખબર છે કે પાકિસ્તાન સારી સલાહ જલદી માનતું નથી. તમને ખબર જ છે કે ત્યાં શું થઈ રહ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.