Home દેશ - NATIONAL Uniform Civil Codeનો મુદ્દો ફરી ગરમાયો, UCC મુદ્દે AIMPLBએ તાત્કાલિક બેઠક યોજી

Uniform Civil Codeનો મુદ્દો ફરી ગરમાયો, UCC મુદ્દે AIMPLBએ તાત્કાલિક બેઠક યોજી

22
0

(GNS),28

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશમાં 10 લાખ ભાજપ કાર્યકરોને એક સાથે સંબોધ્યા હતા, જેમાં તેમણે દેશના અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની હિમાયત કરતા એકવાર ફરીઆ મુદ્દો ગરમાયો છે. પીએમએ ભોપાલમાં પીએમ UCC અંગેની ટિપ્પણી કરતાના કલાકોમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ તાત્કાલિક બેઠક યોજી હતી અને બેઠકમાં તેના વિરોધ સાથે આ સમગ્ર મામલાનો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. UCC મુદ્દે ફરી રાજકારણ ગરમાયુ છે ત્યારે પીએમના સંબોધન બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ ઓનલાઈન તાત્કાલિક બેઠક યોજાઈ હતી. આયોજિત આ બેઠકમાં બોર્ડે સૂચિત કાયદાનો વિરોધ કરવા અને કાયદા પંચની સમજમાં પોતાનો મુદ્દો વધુ બળપૂર્વક રાખવા સંમતિ દર્શાવી છે. આ સાથે શરિયત કાયદાનો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મીડિયા રીપોર્ટના અહેવાલ મુજબ UCC અંગે પીએમના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, અગ્રણી મુસ્લિમ ધાર્મિક નેતા એક અને બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ કહ્યું છે કે AIMPLB સમાન નાગરિક સંહિતાનો સખત વિરોધ કરવામાં આવશે તેમજ આ મુદ્દે લો કમિશન સમક્ષ પોતાની વાત મક્કમતાથી રાખશે અને સરકારના પ્રસ્તાવિત પગલાનો સામનો કરવાની રણનીતિ પણ બનાવવામાં આવશેનું જણાવ્યું હતુ. આ મુદ્દે તેમણે વધુમાં કહ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી રાજકારણીઓ ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. હવે આ મુદ્દો 2024ની ચૂંટણી પહેલા ફરી એકવાર સામે આવ્યો છે. UCC માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ દરેક ધર્મની સાથે દેશમાં રહેતા લઘુમતીઓને પણ અસર કરશે. ભારત એવો દેશ છે જ્યાં દર 100 કિલોમીટરે ભાષા બદલાય છે. તો પછી આવી સ્થિતિમાં તમામ સમુદાયો માટે સમાન કાયદો કેવી રીતે બનાવી શકાય.

UCC મામલે બંધારણનો ઉલ્લેખ.. મૌલાનાએ કહ્યું છે કે આ દેશમાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકોની પ્રાર્થના, લગ્ન જેવી વિધિ કરવાની પોતાની રીત છે. બંધારણમાં દેશના દરેક નાગરિકને તેની આસ્થા અને જીવનશૈલીનું પાલન કરવાની સ્વતંત્રતા મળી છે. આવી સ્થિતિમાં સરકાર એક દેશ એક કાયદો કેવી રીતે બનાવી શકે છે. UCC મામલે પીએમએ શું કહ્યું?.. તે જાણો.. વાસ્તવમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં બીજેપી બૂથ કાર્યકરોને સંબોધિત કરતી વખતે સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે દેશના કેટલાક રાજકીય પક્ષો વોટ બેંકની રાજનીતિ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. છેવટે, એક પરિવારમાં બે કાયદા કેવી રીતે હોઈ શકે? તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પોતે સમાન નાગરિક સંહિતા લાવવાની વાત કરી રહી છે. આ પછી પણ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. પીએમે તેમના ભાષણ દરમિયાન પસમંદા મુસ્લિમોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે વર્ષોથી તેમનું શોષણ થઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું જનસંપર્ક અભિયાન, ઘરે ઘરે સ્ટીકર લગાવી માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કર્યું
Next articleદેશના 20 રાજ્યમાં વરસાદનું એલર્ટ, નોઈડામાં વરસાદી વાતાવરણ યથાવત