Home દુનિયા - WORLD UNમાં નિત્યાનંદની પોલ ખુલી ગઈ, ફેલ ગઈ ભારત વિરુદ્ધ ખોરી દાનતની ચાલ

UNમાં નિત્યાનંદની પોલ ખુલી ગઈ, ફેલ ગઈ ભારત વિરુદ્ધ ખોરી દાનતની ચાલ

53
0

ભાગેડૂ તાંત્રિક નિત્યાનંદના સ્વઘોષિત રાષ્ટ્ર કૈલાસાના પ્રતિનિધિઓએ હાલમાં જ જિનેવામાં સતત વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સમિતિની ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકમાં કાલ્પનિક દેશના પ્રતિનિધિએ બળાત્કારના આરોપી ધર્મગુરુ માટે સુરક્ષાની માગ કરી, જેણે તેને હિન્દુ ધર્મના સર્વોચ્ચ પુજારી કહ્યા હતા. 24 ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિમાં વિજયપ્રિયા નિત્યાનંદ નામની એક મહિલાને સ્થાયી રાજદૂત તરીકે કૈલાસાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલા કાર્યક્રમનો એક વીડિયોમાં સાડી, પાઘડી અને આભૂષણ પહેરેલી મહિલાને સતત વિકાસના ક્ષેત્રમાં પોતાના દેશ દ્વારા કરવામાં આવેલી પહેલ વિશે બોલતા જોઈ શકાય છે. મહિલાએ આ દરમિયાન કહ્યું હતું કે, કૈલાસા હિન્દુઓ માટે પહેલુ સંપ્રભુ રાજ્ય છે, જેને નિત્યાનંદ પરમશિવમ દ્વારા સ્થાપિત કર્યું છે, જે પ્રબુદ્ધ હિન્દુ સભ્યતા અને તેની 10,000 સ્વદેશી હિન્દુ પરંપરાઓને પુનર્જિવિત કરી રહ્યા છે. ઈંડિયા યુડેના આપેલા એત સત્તાવાર પ્રતિક્રિયામાં સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, કૈલાસાએ એક બિન સરકારી સંગઠન તરીકે ચર્ચામાં ભાગ લીધો. જિનેવામાં માનવાધિકારો માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈકમાન્ડના કાર્યાલયે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ ભેદભાવના ઉન્મૂલન પર સમિતિને પ્રકાશિત નહીં કરી શકાય, કેમ કે આ સામાન્ય ચર્ચાના વિષય માટે અપ્રાસંગિક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJNUમાં નિયમો લાગુ, ધરણા-પ્રદર્શન કરવા પર 20,000નો દંડ, તોડફોડ કરી તો એડમિશન રદ
Next articleચીન ભારત સામે આજમાવી રહ્યું છે નવો પેંતરો!.. શું આ છે ચીનની નવી ચાલ?..