Home દુનિયા - WORLD UAE ભારતને 4 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરશે

UAE ભારતને 4 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરશે

43
0

(GNS),03

ભારતમા ચાલી રહેલી ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે બિઝનેસ, રોકાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતનો સૌથી જુનો અને સારો મિત્ર દેશ યુએઈ ભારતમાં 4 લાખ કરોડથી વધુનું રોકાણ કરવા જઈ રહ્યો છે. ચૂંટણી પહેલા આ રોકાણ આવી જવાની શક્યતા છે. આ સમાચારને લઈ ચીની ઉંઘ હરામ થઈ જશે તો ભીખનો કટોરો લઈને ખાડી દેશોમાં ફરતા રહેતા પાકિસ્તાનમાં સન્નાટો ફેલાઈ જઈ શકે છે.. લગભગ 50 બિલિયન ડોલરનું રોકાણ ભારતીયો માટે તો સારા સમાચાર છે જ પણ સાથે ખાડીમાં વસતા એ ભારતીયો માટે પણ મોટા સમાચાર છે કે જે વર્ષોથી ત્યાં રોકાણ કરી રહ્યા છે. ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતના મેન્યુફેક્ચરિંગ અને માળખાગત વિકાસને તે બળ પુરૂ પાડશે. આ રોકાણને લઈ ભારતની અર્થવ્યવસ્થાને એક અલગ જ તાકાત મળશે તેને પણ અવગણી નહી શકાય….

ભારત અને યુએઈ વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો મજબૂત બની રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ મોદી પણ 4 વાર યુએઈની મુલાકાત લઈ ચુક્યા છે. આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત કરીએ તો 1981માં ઈન્દીરા ગાંધીએ એકવાર મુલાકાત લીધી હતી. રોકાણની વાત કરીએ તો UAE પણ ભારત સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. તેનું એક કારણ છે, ભારતનો આર્થિક વિકાસ વિશ્વના મોટા દેશોમાં સૌથી વધુ છે. UAE ભારતમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું સૌથી મોટું કારણ છે.. બીજી તરફ યુએઈની નજર પણ ભારતના એ મધ્યમ વર્ગ પર છે કે જેને તે ટાર્ગેટ કરવા માગે છે. ભારતનો આ વર્ગ દેશની વસ્તીમાં મોટો આંકડો ધરાવે છે. ભારતમાં આવા લોકોની સંખ્યા 44 કરોડ આસપાસ છે. વર્ષ 2030-31 સુધીમાં ભારતમાં આ વિભાગની સંખ્યા 71.5 કરોડ સુધી પહોંચી શકે છે, જે કુલ વસ્તીના 47 ટકા જેટલી છે. આવી સ્થિતિમાં ભારતમાં UAEનો હિસ્સો ખૂબ જ સમજી વિચારીને બનાવવામાં આવ્યો છે. 2024ની ચૂંટણી પહેલા જ આ રોકાણની જાહેરાત પણ થઈ શકે છે….

સ્વાભાવિક પણે જ ભારત એ યુએઈ માટે મહત્વતા ધરાવે જ છે કેમ કે ત્યાં વસનારા ભારતીયોની સંખ્યા 30 ટકા આસપાસ છે અને આ જ એ લોકો છે કે વિદેશી હુંડિયામણના રૂપમાં નાંણા ભારત મોકલે છે. જેના કારણે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પાકિસ્તાન કરતા લગભગ 100 ગણો વધારે છે. રિપોર્ટ અનુસાર, કેરળના લોકો UAEમાં ભારતીય તરીકે સૌથી વધારે જોવા મળે છે. અને આગામી દિવસોમાં UAEમાં ભારતીયોની સંખ્યામાં વધારો થશે તે નક્કી છે.. ચીનને આર્થિક મોરચા પર પણ કોઈ ટક્કર આપી રહ્યું હોય તો તે છે ભારત. ભારતમાં સતત આવી રેહાલ વિદેશી રોકાણને લઈ તેનું અર્થતંત્ર મજબુત બની રહ્યું છે, તેવા સંજોગોમાં ચીન કે જે હાલમાં આર્થિક મોરચે આંકડા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે તેની સ્થિતિ વધારે ખરાબ જોવા મળી શકે છે. આગામી વર્ષોમાં ભારત આર્થિક મોરચે ચીનને પાછળ છોડીને એશિયાનું અગ્રેસર બનશે….

છેલ્લા કેટલાક મહિનામાં જે વિદેશી કંપનીઓ પહેલા ચીનમાં કામ કરતી હતી તે ભારતમાં આવી રહી છે. જેમાં એપલ પછી ટેસ્લાનું નામ દેવું પડે કે જે પણ ભારત આવી રહ્યું છે. માઈક્રોન, ફોક્સકોન અને અન્ય ઘણી તાઈવાની કંપનીઓ ભારતમાં આવી રહી છે અને રોકાણ કરી રહી છે અને ભારતને વિશ્વની સૌથી મોટી ફેક્ટરી બનાવવામાં મદદ કરી રહી છે.. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. ક્યારેક ચીન અને ક્યારેક IMF અને ખાડી દેશો તરફ હાથ લંબાવવો એ પાકિસ્તાન સરકારની આદત બની ગઈ છે. પાકિસ્તાને મુસ્લિમ દેશ હોવાનું જણાવીને યુએઈ પાસેથી વારંવાર એક કે બે અબજ ડોલરની મદદ માંગી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને ખબર પડશે કે UAE ભારતમાં 50 અબજ ડૉલર કે તેથી વધુનું રોકાણ કરી રહ્યું છે, તો એના પર શું વિતશે તે જોવાનું રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં છેલ્લાં દિવસે મજબૂત શરૂઆત, GIFT નિફ્ટી 19300 ની ઉપર
Next articleજી.એમ.ડી.સી. દ્વારા અર્ધ નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત