(જી.એન.એસ),તા.૧૪
નવીદિલ્હી
જમ્મૂ કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯એ જૈશ-ઐ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી ગાડી લઈને બસને ટક્કર મારી દીધી હતી. આ ઘાતક હુમલામાં ૪૦ બહાદુર ઝ્રઇઁહ્લ જવાન શહીદ થયા હતા. ભારીય સેના અને અન્ય સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાની ત્રીજી વરસી પર ઝ્રઇઁહ્લના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી માં ભારતીના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને ટ્વીટ કરી કહ્યું કે હું પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે જ દેશ માટે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરૂ છું, તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને એક મજબૂત અને સમૃદ્ધ દેશની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે છે. પુલવામા આતંકી હુમલો ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ બપોરે ૩ઃ૧૫ વાગ્યે થયો હતો. આ દરમિયાન ૨૫૦૦ ઝ્રઇઁહ્લ જવાનો સાથે ૭૮ બસોનો કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. જૈશ-એ-મોહમ્મદ આત્મઘાતી બોમ્બરની ઓળખ આદિલ અહેમદ ડાર તરીકે થઈ છે. આતંકવાદી ડારે પુલવામાના લેથપોરામાં ૩૫-૪૦ ઝ્રઇઁહ્લ જવાનોને લઈ જતી બસમાંથી એક વિસ્ફોટકો ભરેલી કારને ટક્કર મારી હતી. આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા અને બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ, વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હુમલો પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં નિયંત્રણ રેખા(ન્ૈહી ર્ક ર્ઝ્રહંિર્ઙ્મ) પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો. ઓગસ્ટ ૨૦૨૦ માં પુલવામા આતંકી હુમલાના ૧૮ મહિના પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) એ જમ્મુની વિશેષ અદાલતમાં ૧૩,૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી. જેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશના વડા મસૂદ અઝહર સહિત ૧૯ લોકો સામે આતંકવાદી હુમલાની યોજના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે આત્મઘાતી બોમ્બર આદિલ અહમદ ડાર ૨૦૦ કિલો વિસ્ફોટકોથી ભરેલું વાહન ચલાવી રહ્યો હતો. આ બતાવે છે કે આતંકવાદીઓનું કાવતરું મોટા ધડાકાને અંજામ આપવાનું હતું. ચાર્જશીટમાં મસૂદ અઝહર, તેના ભાઈઓ અબ્દુલ રઉફ અને અમ્મર અલ્વી અને તેના ભત્રીજા મોહમ્મદ ઉમર ફારૂકના નામ સામેલ છે. આ આતંકવાદીઓએ ૨૦૧૮માં ભારતમાં ઘૂસણખોરી કરી હતી. હુમલા બાદ સેનાએ દક્ષિણ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં તમામને ઠાર માર્યા હતા. ચાર્જશીટમાં આરોપી ૧૯ લોકોમાંથી ૧૨ કાશ્મીરના રહેવાસી હતા, જ્યારે ૭ પાકિસ્તાની નાગરિકો હતા. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં મસૂદ અઝહર અલ્વી, રઉફ અસગર અલ્વી, અમ્મર અલ્વી, કારી મુફ્તી યાસિર, મોહમ્મદ ઇસ્માઇલ, મોહમ્મદ ઉમર ફારૂક, કામરાન અલીનો સમાવેશ થાય છે. ચાર્જશીટમાં શાકિર બશીર, ઈન્શા જાન, પીર તારિક અહેમદ શાહ, વાઈઝ-ઉલ ઈસ્લામ, મોહમ્મદ અબ્બાસ રાથેર, બિલાલ અહેમદ કુચે, મોહમ્મદ ઈકબાલ રાથેર, સમીર અહેમદ ડાર, આશક અહેમદ નેંગરુ, આદિલ અહેમદ ડાર, સજ્જાદ અહેમદ ભટ અને મુદાસિર.અહેમદ ખાન કાશ્મીરના આતંકવાદી તરીકે હતા. દ્ગૈંછની તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનના શકરગઢ સ્થિત આતંકવાદી લોન્ચ પેડમાંથી આતંકવાદીઓને ભારતીય વિસ્તારમાં મોકલવામાં પાકિસ્તાની અહમ ભૂમિકા હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.