Home દુનિયા - WORLD વિવાદના સમાધાન સુધી વિદ્યાર્થીઓએ ધાર્મિક વસ્ત્રો કે વસ્તુઓ ન પહેરે

વિવાદના સમાધાન સુધી વિદ્યાર્થીઓએ ધાર્મિક વસ્ત્રો કે વસ્તુઓ ન પહેરે

84
0

(જી.એન.એસ),તા.૧૧
નવીદિલ્હી
કર્ણાટક હાઈકોર્ટે પોતાના આદેશ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મંજૂરી ન આપીને તેમના મૂળભૂત અધિકારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટક સરકારે કોલેજાેમાં હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ બિન-મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વચ્ચે ભારે અસમાનતા પેદા કરે છે. આ બિનસાંપ્રદાયિકતાના ખ્યાલનું સીધું ઉલ્લંઘન છે, જે ભારતીય બંધારણની મૂળભૂત રચના છે. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદના કેસને પોતાની પાસે ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. સિબ્બલે સુપ્રીમ કોર્ટને ૯ જજાેની બેંચ દ્વારા આ મામલાની સુનાવણી કરવા વિનંતી પણ કરી છે. “સમસ્યા એ છે કે શાળાઓ અને કોલેજાે બંધ છે. છોકરીઓ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. આ વિવાદ દેશભરમાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ બાબતે કોઈ આદેશ ઈચ્છતા નથી, માત્ર અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરવા ઈચ્છે છે.કર્ણાટકમાં સતત ચાલી રહેલ હિજાબ વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજદારે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તે ર્નિણયમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ અને આવા કોઈ ધાર્મિક વસ્ત્રો પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેના કારણે આ વિવાદ વધુ ગરમાયો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ જેએમ કાઝી અને જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતની ત્રણ સભ્યોની બેંચે કહ્યું કે તે ઇચ્છે છે કે આ મામલાને વહેલી તકે ઉકેલવામાં આવે. પરંતુ જ્યાં સુધી ર્નિણય ન આવે ત્યાં સુધી શાંતિ અને સંવાદિતા જાળવી રાખો. હાઈકોર્ટે કહ્યું, ‘આ વિવાદના સમાધાન સુધી વિદ્યાર્થીઓએ ધાર્મિક વસ્ત્રો કે વસ્તુઓ પહેરવાનો આગ્રહ ન રાખવો જાેઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે આદેશ પસાર કરીશું. શાળા-કોલેજ શરૂ થવા દો. પરંતુ જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈને પણ ધાર્મિક પોશાક પહેરવા દેવામાં આવશે નહીં. અમે બધાને રોકીશું. કારણ કે અમે રાજ્યમાં શાંતિ ઈચ્છીએ છીએ. હાઈકોર્ટ કોલેજાેમાં હિજાબ પ્રતિબંધને પડકારતી મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અરજીઓ પર સુનાવણી કરી રહી છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકન સૈનિકો મોકલવાનો અર્થ “વિશ્વ યુદ્ધ” થશે
Next articleપંજાબ મુખ્યમંત્રીના બેંક ખાતામાં ૧૩૩ કરોડ તો ગરીબ કેવી રીતે: સિદ્ધુની પુત્રી