Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

37
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૮૫.૩૬ સામે ૬૦૧૫૮.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૪૬.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૬.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૩.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૦૪૮.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૩૩.૧૦ સામે ૧૭૮૯૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૪૮.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત તેજીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે સ્ટીમ્યુલસ ટેપરીંગ હાલ તુરત નહીં કરવાના અને મોનીટરી સ્ટીમ્યુલસ ચાલુ રાખવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવતાં અમેરિકી શેરબજારો પાછળ આજે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક તેજી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કર્યા સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ મોટાપાયે શેરોમાં ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી કુદવીને ૬૦૩૩૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૯૩૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

યુ.એસ. ફેડરલ રિઝર્વના પોઝિટીવ સંકેત સાથે ચાઈનાની મેગા રિયલ એસ્ટેટ જાયન્ટ એવરગ્રાન્ડેના સંકટમાંથી ઊગરવાના અને ચાઈનીઝ સેન્ટ્રલ બેંક દ્વારા સિસ્ટમમાં જંગી લિક્વિડિટી લાવવામાં આવતાં રિકવરીની અપેક્ષા – આશ્વાસને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતમાં મહત્વના કરાર – ડિલ્સ થવાની અપેક્ષા અને અમેરિકા સહિતના દેશોમાંથી ભારતમાં મોટાપાયે વિદેશી રોકાણ આકર્ષવામાં સફળતા મળવાની અપેક્ષાએ પણ ફંડોએ ભારતીય કંપનીઓમાં બિઝનેસ ગ્રોથ આગામી દિવસોમાં વધવાના અને શેરોનું રી-રેટીંગ થવાની અપેક્ષાએ ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, રિયલ્ટી, ટેક, આઇટી, સીડીજીએસ, ઓટો અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૦ અને વધનારની સંખ્યા ૧૩૨૯ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટીમાં નવા ઈતિહાસ રચાયા છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી બહાર આવી દેશમાં આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે, ત્યારે વૈશ્વિક મોરચે યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગતાં યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકડાઉન ફરી લાગુ થવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર સાથે બજારો માટે ચિંતા ઊભી થઈ છે. આ સાથે મોંઘવારીનું પરિબળ રોજબરોજ જોખમી બની ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે.

સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરવામાં આવે તો આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડ સાથે વૈશ્વિક બજારો પર નજર સાથે સ્થાનિક સ્તરે મોંઘવારીને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email