Home વ્યાપાર જગત વૈશ્વિક લોકડાઉનની અસરે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!

વૈશ્વિક લોકડાઉનની અસરે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!

158
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૨.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૬૯૬૦.૬૯ સામે ૪૪૯૨૩.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૪૯૨૩.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૧૩૨.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૦૬.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૪૫૫૫૩.૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૭૭૪.૦૫ સામે ૧૩૭૩૨.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૩૧૫૫.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૯.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮૩.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૨૯૦.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારોમાં ગત સપ્તાહે સતત ખરીદી ચાલુ રાખીને રોજબરોજ શેરોમાં જંગી ખરીદી કરી સેન્સેક્સ-નિફટીને નવા શિખરે નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા હતા અને સાવ અકલ્પિય ઘટના તરીકે બ્રિટનમાં કોરોના વાયરસનો નવા પ્રકારનો સ્ટ્રેન સામે આવતા અનેક દેશોમાં લોકડાઉનની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારોમાં ભારે ઘટાડા સાથે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં અંતિમ સેસન દરમિયાન સેન્સેક્ષમાં વધ્યાં મથાળેથી અંદાજીત ૨૧૩૨ પોઈન્ટ અને નિફ્ટી માં વધ્યા મથાળેથી અંદાજીત ૬૩૦ પોઈન્ટ નો અપેક્ષિત કડાકો નોંધાયેલ હતો નોંધપાત્ર વાત એ છે કે ઇંગ્લેન્ડમાં ફરી એકવાર નવા પ્રકારના કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં તણાવ વધ્યો છે. બ્રિટનમાં નવા પ્રકારનાં કોરોના વાયરસ સામેની લડતમાં નવો વળાંક આવ્યો છે. જેના કારણે બ્રિટનમાં ફરીથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વના ઘણા દેશોએ બ્રિટનથી આવવા અને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં યુકેના યુરોપિયન પડોશીઓએ પણ ભયને કારણે યુકેના પ્રવાસીઓ માટે તેમના ફ્લાઇટ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે.

શેરબજાર નાં કડાકા નાં કારણો જોઈએ તો કોરોનાના સંક્રમણમાં થઈ રહેલા વધારા વચ્ચે અને બ્રિટન અને યુરોપના દેશોમાં ફરી કરવામાં આવેલ લોકડાઉન અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ૧,જાન્યુઆરી ૨૦૨૦થી શેરોના કેશ સેગ્મેન્ટ અને ઈક્વિટી ફયુચર્સ સેગ્મેન્ટમાં ટ્રાન્ઝેકશન ચાર્જિસમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જેની વિપરીત અસર અને પ્રવર્તમાન વિપરીત આર્થિક વૃદ્ધિના આંકડા, ભારતમાં વધતી જતી બેરોજગારી સાથે વેરા એક્ત્રિકરણમાં પણ ઘટાડો નોંધાતાં અને નિકાસ મોરચે પરિસ્થિતિ કથળી રહી હોઈ એક તરફ આર્થિક ચિંતા અને બીજી તરફ કેન્દ્રિય બજેટ માટેની તૈયારી જોતાં સ્થાનિક સંસ્થાઓ સાથે વિદેશી સંસ્થાઓએ પણ નફારૂપી વેચવાલી દ્વારાં હળવાં થવાનું વલણ અપનાવ્યું હતું। કોરોના ફરીથી વકરતા વૈશ્વિક શેરબજાર સાથે ભારતીય શેરબજાર પર મોટી અસર જોવા મળી છે. સતત ચાલી રહેલી તેજી બાદ આજે અચાનક ભારતીય શેરબજારમાં આવેલાં ભારે કડાકાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં અંદાજીત રૂ.૭ લાખ કરોડનું મૂડી ધોવાણ થયું છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૪.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૫૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં મેટલ, ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ, ઓટો અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૩૩ અને વધનારની સંખ્યા ૫૯૨ રહી હતી ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, અતિનો અતિરેક ન હોય એમ હવે તેજીનો પણ અતિરેક થઈ રહ્યાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.અગાઉ ફેબ્રુઆરી-માર્ચ માસમાં મંદીનો અતિરેક થયા બાદ શેરોના ભાવો જાણે કે શૂન્ય થઈ જશે એવો બિહામણો માહોલ ઊભો કરી દેવાયો હતો એ પ્રકારે હવે તેજીના બજારમાં પણ ટ્રેડરો દ્વારાં મનફાવે એ ભાવે શેરો ખરીદવાની હોડ ચાલી નીકળી હતી જે તેજીનો હવે અતિરેક થઈ રહ્યો હતો તે આજે બ્રેક થઈ તમામ વર્ગ સાવધાની વર્તતો થઈ ગયેલ છે

અગાઉ અહીંથી જણાવેલ માહિતી મુજબ કંપનીઓના ફંડામેન્ટલને ધ્યાનમાં લીધા વિના ઈન્વેસ્ટરો તેજીના પ્રવાહમાં તણાવા લાગ્યા છે. મારા મતે વેક્સિનેશનની શરૂઆત સાથે શકય છે કે નેગેટીવ પરિબળોના દોરમાં ભારતીય શેરબજારમાં જોવાઈ રહેલી અવિરત રેકોર્ડ તેજીનો પણ અંત લાવીને ફોરેન ફંડો ભારતીય શેરબજારોમાંથી નફારૂપી વેચવાલી ચાલુ કરી દીધીછે જે રીતે આજે ઉછાળે તેજી કરી મંદીનું તાંડવ જોવા મળ્યું હતું અનેઆગામી દિવસોમાં પણ ઉછાળે વેચવાલીનો માહોલ જોવાં મળે તો નવાઈ નહીં.

તેજીના તોફાન બાદ કડાકાની તીવ્રતા પણ એવી જ હશે જેથી તેજીના વર્તમાન તોફાની દોરમાં આવનારા દિવસોમાં નિશ્ચિત વાવાઝોડાની અગમચેતી જોઈને શેરોમાં નફો બુક કરવો હિતાવહ રહેશે એ મુજબ કોઈપણ ને સ્વપ્નેય ખ્યાલ ના રહ્યો અને બજારે શરૂઆતી ઉછાળો નોંધાવી દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાવાની શક્યતાઓ ખરા અર્થમાં સાબિત કરી મૂકી ત્યારે મિત્રો હાલ સાવધાનીપૂર્વક ટૂંકાગાળાનો નફો બુક કરી લેવો શાણપણ છે.

Print Friendly, PDF & Email