Home વ્યાપાર જગત ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!

100
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૦.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૬૫.૫૯ સામે ૬૨૧૫૬.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૫૯૪.૨૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૧.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯.૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૭૧૬.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૯૫.૪૦ સામે ૧૮૫૭૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૩૯૫.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૪૩૭.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશમાં એક તરફ મોંઘવારીના કારણે લોકોને માર પડી રહ્યો છે અને બીજી તરફ શેરબજારમાં તેજી જ તેજી જોવા મળી રહી છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના ૮૫ ડોલરની સપાટી કુદાવી જવા સાથેં વૈશ્વિક મોરચે એનર્જી કટોકટીની પરિસ્થિતિ અને ચાઈનાના જીડીપી વૃદ્વિના સપ્ટેમ્બરના આંકડા નબળા આવતા વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ છતાં ભારતીય શેરબજારમાં ફંડો, લોકલ ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં અવિરત વિક્રમી તેજી ચાલુ રાખતા સોમવારે પહેલી વખત બીએસઇ સેન્સેક્સે ૬૨૦૦૦ પોઈન્ટની સપાટી વટાવી હતી. આજે સવારે ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેકસે ૬૨૨૪૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૫૯૪ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી, જોકે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કોરોના સંક્રમણમાં ઝડપી ઘટાડા સાથે આર્થિક મોરચે પ્રવૃતિ લોકડાઉન પૂર્વેની સ્થિતિએ આવી જવા લાગી હોવાના  સંકેત અને કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોઈ અને ચાલુ વર્ષે ચોમાસાની સફળતાના પોઝિટીવ પરિબળ વચ્ચે ફંડો, મહારથીઓએ આજે શરૂઆતી તબક્કામાં ઐતિહાસિક તેજી કરી હતી, જો કે પેટ્રાલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને  અન્ય જીવનાશ્યક ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળે ઉછાળે નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક, કેપિટલ ગુડ્સ અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૪ અને વધનારની સંખ્યા ૯૭૯ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મોંઘવારી વધવાની આશંકા વચ્ચે વિશ્લેષ્કોએ દુનિયાભરના શેરબજારો પર તેની અસર અંગે ચેતવણી વ્યક્ત કરી છે. કોમોડિટી ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાથી આ મામલે ચિંતા વધી છે. ક્રૂડ ઓઇલ ચાલુ સપ્તાહે ૮૪ ડોલર પ્રતિ ડોલરને કુદાવી ગયુ જે ત્રણ વર્ષની સૌથી ઉંચી કિંમત છે, આમ એક વર્ષ દરમિયાન તેમાં ૯૬%નો ઉછાળો આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે યુએસ ફેડરલ રિઝર્વ સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ ધિરાણનીતિ સરળ રાખી હતી. તેનાથી ઉભરતા અર્થતંત્રોના શેરબજારોને વધારે ફાયદો થયો છે.

બીજી બાજુ ક્રૂડ ઓઇલ, કોલસા અને કુદરતી ગેસની કિંમતોમાં ઝડપી ઉછાળાથી મોટાભાગના દેશોની ચિંતા વધી ગઇ છે. ઉર્જા સંકટથી ભારત પણ બચી શક્યુ નથી કારણ કે વીજ ઉત્પાદન માટે વ્યાપક પ્રમાણમાં આયાતી કોલસા પર નિર્ભર છે. દુનિયાભરના શેરબજારોમાં જોખમ વધી રહ્યુ છે, ખાસ કરીને અતિશય ઉંચુ મૂલ્ય ધરાવતા સ્ટોક્સમાં. મોંઘવારીમાં વૃદ્ધિ અને યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા નાણાંકીય નીતિ કડક થવાની ચિંતા વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી શરૂ થઇ શકે છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવી તેજી ચાલુ રહી તો મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
Next articleદેશમા બારમાસી વહેતી નદીઓ, ડેમ, કેનાલના પાણીથી વીજળી મેળવાય તો…..!?
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.