રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૭૪૮.૪૨ સામે ૭૨૪૬૨.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૯૩૩.૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૬.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૬.૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૦૧૨.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૩૫.૪૫ સામે ૨૨૦૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૮૬૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૧.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૮૮૩.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વની ચાલુ સપ્તાહમાં યોજાનારી મીટિંગમાં વ્યાજ દર મામલે નિર્ણય પર વૈશ્વિક બજારોની નજર સાથે ભારતીય શેરબજારમાં પણ આજે ફંડોનું ફોક્સ લાર્જ કેપ ફ્રન્ટલાઈન શેરો પર રહેતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઉડાઉડ અટકી હતી. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યા સાથે સ્થાનિક સ્તરે મૂડી બજાર નિયામક તંત્રના તાજેતરના આકરાં પગલાં અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના હવાલા સાથે સંકળાયેલા ઓપરેટરો વિરૂધ્ધ પગલાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એનબીએફસીઝ સામે પગલાં સાથે મ્યુચ્યુઅલ ફંડોના સ્ટ્રેસ ટેસ્ટના પરિણામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે વેચવાલીએ આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો.બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, ભારતી એરટેલ શેરોમાં લેવાલી સામે ટીસીએસ લિ., ઈન્ફોસીસ લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી લિ., લાર્સન લિ. અને એચસીએલ ટેકનોલોજી શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, એફએમસીજી, પાવર, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, યુટિલિટીઝ અને હેલ્થકેર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૮૪ અને વધનારની સંખ્યા ૧૨૩૩ રહી હતી, ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૧.૩૮%, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૫૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૬%, ભારતી એરટેલ ૦.૨૩% અને એચડીએફસી બેન્ક ૦.૧૯% વધ્યા હતા, જ્યારે ટીસીએસ ૪.૦૩%, નેસલે ઈન્ડિયા ૩.૩૭%, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૧૫%, વિપ્રો ૩.૦૫% અને એચસીએલ ટેક્નોલોજીસ ૨.૬૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૮૬ લાખ કરોડ ઘટીને ૩૭૩.૯૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪ની સમાપ્તિ નજીક છે ત્યારે આગામી નાણાં વર્ષના વચગાળાના બજેટની રજુઆત કરતી વખતે સરકારે ડિવિડન્ડસ મારફતની આવકનો અંદાજ સુધારી રૂ.૫૦૦૦૦ કરોડ કર્યો હતો. પ્રારંભિક ટાર્ગેટ રૂ.૪૩૦૦૦ કરોડનો રખાયો હતો. ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ને કુલ રૂ.૭૫૮૮૬ કરોડની રકમ પ્રાપ્ત થઈ છે. જેમાં ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફતની આવક તથા ડિવિડન્ડસ મારફતની આવકનો સમાવેશ થાય છે. ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત સરકારને રૂ.૧૪૭૩૭ કરોડ પ્રાપ્ત થયા છે. જ્યારે ટાર્ગેટ રૂ.૫૧૦૦૦ કરોડનો રખાયો છે.
વિવિધ સરકારી ઉપક્રમોની સારી નાણાંકીય કામગીરીને કારણે ડિવિડન્ડસ મારફતની આવકમાં વધારો જોવા મળી રહ્યાનું દીપમના સુત્રોએ જણાવ્યું હતું. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ છતાં ઓઈલ કંપનીઓ તેમની નફાશક્તિ જાળવી શકી છે, જેને કારણે તે સરકારને સારા ડિવિડન્ડસ ચૂકવી શકે છે. વીજ ક્ષેત્રની કામગીરી પણ નોંધનિય રહી છે. ગયા નાણાં વર્ષમાં ડિવિડન્ડસ મારફત સરકારને રૂ.૫૯૫૩૩ કરોડ પ્રાપ્ત થયા હતા. શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાના હિસ્સાના વેચાણ કરવામાં સરકાર સામે પડકારો રહેલા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.