Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

167
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૩૦૫.૯૫ સામે ૬૧૮૧૭.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૬૨૪.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૮.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૯.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૭૬૫.૫૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૫૫.૦૦ સામે ૧૮૪૫૬.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૪૩૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૨.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૮૭.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઐતિહાસિક મજબૂતીએ થઈ હતી. ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં ૨૮% અને નિફ્ટીમાં ૩૧% વધારે તેજી આવી છે. મિડ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ અનુક્રમે ૫૦% અને ૬૫% થી વધારે ઉછળ્યા છે. વિક્રમી તેજીની આ સફર નિરંતર ચાલુ રાખીને લોકલ ફંડો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ રોકાણનો પ્રવાહ ભારતીય શેર બજારોમાં ફરી વહેતો કરીને અનેક શેરોના ભાવો અસાધારણ ઊંચાઈ લાવી દીધા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે યુએસ ફેડરલ રિઝર્વ સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ ધિરાણનીતિ સરળ રાખી હતી. તેનાથી ઉભરતા અર્થતંત્રોના શેરબજારોને વધારે ફાયદો થયો છે. તેથી બીએસઇ સેન્સેક્સે ૬૧૯૬૩ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૫૪૩ પોઈન્ટની મહત્વની સપાટી કુદવી હતી.

કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન અર્થતંત્રમાં ૭.૩% નો ઘટાડો થયો છે, પરંતુ હવે તેમાં ઝડપી સુધારો થઇ રહ્યો છે. દેશમાં હાલ મહામારીનું સંકટ અકંદરે કાબુમાં આવી જતા સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયામાં મહત્તમ છૂટકારો અપાતા વિવિધ બજારોમાં પણ દોઢેક વર્ષ બાદ નવો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહામારી બાદ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધતા લોકોની આવકના મોરચે ઉદ્ભવેલી પ્રતિક્રિયાઓ પણ હળવી બની છે. તાજેતરમાં ગ્રાહકોની ખરીદશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે. તેથી ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, હેલ્થકેર અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૬ અને વધનારની સંખ્યા ૧૮૩૦ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો છે, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે.

ઉપરાંત કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝનમાં સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામો અપેક્ષાથી સાધારણ આવતાં શેરોમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવાઈ મળી શકે છે. જે સાથે મોંઘવારીનો આંક વધી રહ્યાના અને પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના વધતાં ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં મજબૂતીનું પરિબળ મહત્વનું રહેશે. આ જોખમી પરિબળો વચ્ચે હજુ આગામી  સપ્તાહમાં પણ  સેન્સેક્સ, નિફટી બેઝડ કરેકશનની શકયતા સાથે બે-તરફી તોફાની વધઘટ જોવાતી રહે એવી શકયતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!
Next articleઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.