Home વ્યાપાર જગત વૈશ્વિક રોકાણકારોની લિક્વિડિટી આધારિત ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ …!!!

વૈશ્વિક રોકાણકારોની લિક્વિડિટી આધારિત ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ …!!!

260
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૮૬૮.૯૮ સામે ૪૮૧૦૯.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૫૯૪.૪૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૭.૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૧૭૬.૮૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૦૫૩.૮૫ સામે ૧૪૧૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૯૭૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૯.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૧૭૩.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે વૈશ્વિક બજારોમાં રજાના માહોલ વચ્ચે ભારતીય શેરબજાર માટે કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના બીજા ટ્રેડિંગ દિવસે શુભ શરૂઆત જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારનો બીએસઇ સેન્સેકસ ખુલતાની સાથે જ ૪૮૦૦૦ પોઈન્ટની સપાટી ઉપર ટ્રેડિંગ થતાં માર્કેટમાં તેજી છવાઇ ગઈ હતી. વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસ સામે લડવા વેક્સિનના ડેવલપમેન્ટમાં એક તરફ સફળતા મળી રહી છે ત્યારે બીજી તરફ કોરોના વાઈરસે નવું સ્વરૂપ ધારણ કરતાં યુ.કે.સહિતના દેશોમાં ચિંતાનજક પરિસ્થિતિ સાથે ભારતમાં પણ કેસો વધી રહ્યાની ચિંતા છે છતાં ફોરેન ફંડોએ ભારતમાં આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા અને કેન્દ્રિય બજેટમાં મોટી રાહતોની અપેક્ષાએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને વિક્રમી તેજીને આગળ વધારી હતી.

ગત સપ્તાહના અંતે વિક્રમી જીએસટી કરેક્શન મજબૂત આંકડા પાછળ આર્થિક રિકવરી વેગ પકડી રહી હોવાનો વિશ્વાસ, વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈ અને આગામી દિવસોમાં ફુગાવો પણ ઝડપી ઘટાડો દર્શાવે તેવું અનુમાને નવા કેલેન્ડર વર્ષમાં પણ બજાર તેની આગેકૂચ જાળવી રાખે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

વિદેશી સંસ્થાઓ તરફથી ડિસેમ્બરમાં પણ દૈનિક સરેરાશ અંદાજીત રૂ.૨૨૦૦૦ થી ૨૫૦૦ કરોડથી વધુની ખરીદી જળવાઈ રહી હતી અને આગામી દિવસોમાં વૈશ્વિક બજારોમાં નવી લિક્વિડિટી પાછળ આ ફ્લો જળવાય રહેવાની શક્યતા વચ્ચે ભારતીય શેરબજાર સતત નવમા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર બેન્કેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૬ અને વધનારની સંખ્યા ૨૦૯૫ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીના કારણે ગત કેલેન્ડર વર્ષના પ્રારંભમાં વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. જો કે કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના અંતે તેજીવાળાઓનો હાથ ઉપર રહ્યો હતો.૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ ત્રણ વર્ષના તળિયે પહોંચી ગયા બાદ બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરે ૩૦ ડિસેમ્બર સુધીમાં તમામ ખોટની ભરપાઈ કરી લીધી હતી.

સમગ્ર કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ભારે અફડાતફડી વચ્ચે બીએસઇ સેન્સેક્સ અંદાજીત ૧૫.૭૫% અને નિફ્ટી ૧૪.૯૦%ની તેજી નોંધાવી હતી. ઉપરાંત બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ અંદાજીત ૧૯.૮૭% અને સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩૨.૧૧ ટકા ઉછળ્યા હતાં.

કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં કોરોનાએ મોટાભાગના દેશો માટે મોટી આફત સર્જી તેમ છતાં કેલેન્ડર વર્ષ ૨૦૨૧ રિકવરીનું રહેશે તેવી આશા સાથે હાલમાં વૈશ્વિક રોકાણકારોનો અભિગમ જળવાઈ રહ્યો છે.

વૈશ્વિક મોરચે યુરોપમાં કોરોનાના કેસમાં વધારાને કારણે ચિંતામાં વધારો અને અમેરિકા યુરોપીયન યુનિયનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે આગામી દિવસોમાં બજારની દિશા કોવિડ-૧૯ને લગતી હિલચાલ અને રસીકરણ, કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિકના પરિણામો તેમજ આગામી કેન્દ્રિય બજેટ પર નજર રહેશે.

Previous articleકોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો, ડોલરના મૂલ્યમાં વધઘટ અને કોરોના વાઇરસની રસીનું વિતરણ વચ્ચે ફોરેન લિકવિડતી આધારિત બજારની ચાલ …!!!
Next articleવિશ્વ પ્રવાસી સામાજીક અને સાંસ્કૃત્તિક સંઘના પ્રદેશ પ્રમુખ પદે ઈલેવાન ઠાકર અને ઉપપ્રમુખ પદે અનિરૂધ્ધસિંહ ઝાલાની નિમણૂંક
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.