Home વ્યાપાર જગત ઓમિક્રોનના કેસોમાં થઈ રહેલા વધારાના કારણે ફોરેન ફંડોની સતત નફરૂપી વેચવાલી દ્વારા...

ઓમિક્રોનના કેસોમાં થઈ રહેલા વધારાના કારણે ફોરેન ફંડોની સતત નફરૂપી વેચવાલી દ્વારા ભારતીય શેરબજારમાં ૧૨૦૦ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

107
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૦૧૧.૭૪ સામે ૫૬૫૧૭.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૧૩૨.૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૦૫.૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૮૯.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૮૨૨.૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૨૩.૫૦ સામે ૧૬૮૪૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૪૩૧.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૭.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯૫.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૬૨૮.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. નવા સપ્તાહે પણ સ્થાનિક શેરબજાર પર ઓમિક્રોન અને એફપીઆઈની નફરૂપી વેચવાલીનું દબાણ બને રહેલું હતું. ફોરેન ફંડોની સતત વેચવાલીએ ગત સપ્તાહે પણ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સતત ૨ સપ્તાહની તેજી બાદ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા વધારો અને ઉચ્ચ સ્તરે એફપીઆઈની સતત નફારૂપી વેચવાલી જેવા ફેક્ટર્સે કારણે બીએસ ઇસેન્સેક્સ ૧૧૮૯ પોઈન્ટ એટલે કે, ૨.૦૯ % અને નિફ્ટી ફ્યુચર ૩૯૫ પોઈન્ટ એટલે કે, ૨.૩૨% ઘટીને બંધ રહ્યા હતા. ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક સપ્તાહોથી અનિશ્ચિત બે – તરફી તોફાની બાદ ઘટાડા તરફી ચાલ બતાવી રહ્યું છે. ચાલુ માસમાં દરમિયાન પણ એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ તેની ૬૨૨૪૫ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ વેચવાલીના ભારે દબાણે તે અત્યાર સુધીમાં ૬૪૨૩.૪૨ પોઇન્ટ તુટીને ૫૬૦૦૦ પોઈન્ટની અંદર ઉતરી આવ્યો છે. જ્યારે નિફ્ટીએ ૧૬૫૦૦ની સપાટી ગુમાવી દીધી છે.

ફુગાવા – મોંઘવારીના સતત વધતાં જોખમ અને અમેરિકા સહિતના દેશોમાં ફુગાવો અસાધારણ વધીને ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચી જવા સાથે બોન્ડ ટેપરીંગ – બોન્ડ ખરીદી પ્રોગ્રામને બ્રેક મારવા યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ગત સપ્તાહમાં સંકેત આપ્યા બાદ અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિ અપેક્ષાથી ઘણી ઓછી થયાના સાપ્તાહિક આંકડાએ વૈશ્વિક સ્તરે સાવચેતીના માહોલ સાથે સ્થાનિક સ્તરે પણ સાવચેતીએ સતત નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ ઓમિક્રોનના નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાવા લાગતાં ફરી આરોગ્ય સાથે આર્થિક ચિંતા વધતા અને ભારતીય શેરબજારમાં પણ ઓવર હીટ બની ગયેલી તેજી બાદ ફંડોની સતત નફારૂપી વેચવાલીના કારણે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, બેઝિક મટિરિયલ્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૯૯ અને વધનારની સંખ્યા ૭૪૬ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા નવા કોવિડ વેરિયેન્ટને પરિણામે મોટાભાગના વૈશ્વિક બજારોમાં રોકાણકારોનું માનસ ખરડાયું છે. મારા મતે, હાલની સ્થિતિમાં રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. પશ્ચિમી દેશોમાં શિયાળો ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે કોરોના નવેસરથી ફેલાવાનો ભય ઊભો થયો છે જે બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. નવા વેરિયેન્ટને કારણે વિવિધ રાષ્ટ્રોમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ આવી શકે છે જેને કારણે આર્થિક રિકવરી સામે રુકાવટ ઊભી કરશે.

અમેરિકા, જર્મની, ફ્રાન્સ, રશિયા તથા યુકેમાં કોરોનાના કેસોમાં જોરદાર વધારો થયો છે ત્યારે આગામી દિવસોમાં વૈશ્વિક મોરચે એક તરફ કોરોના – ઓમિક્રોનની ચિંતા અને બીજી તરફ અમેરિકા દ્વારા બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના એટલે કે બોન્ડ બાઈંગ પ્રોગ્રામ અટકાવવાના સંકેતો અપાતાં અને ઔદ્યોગિક – આર્થિક વૃદ્વિ મંદ પડવાની ચિંતાએ પરિસ્થિતિ અનિશ્ચિત બની રહી હોઈ આગામી દિવસોમાં પણ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર માટે સાવચેતી સાથે અફડાતફડીનું બની રહેવાની પૂરી શકયતા છે.

Previous articleજાહેરાતમાં ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓ આજના સમાજમાં અનૈતિક અને અસ્વીકાર્ય છે.
Next articleગેસ અને તેલની માંગ વધી રહી છે અને તેથી દૂરસ્થ અને અસ્પૃશ્ય વિસ્તારોમાં નવા સ્ત્રોતો શોધવાની આવશ્યકતા છે
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.