Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી SC/ST/OBC લોકોને હવે કોન્ટ્રાક્ટ બેઈઝ નોકરીઓમાં પણ મળશે અનામત

SC/ST/OBC લોકોને હવે કોન્ટ્રાક્ટ બેઈઝ નોકરીઓમાં પણ મળશે અનામત

36
0

(GNS),06

કોન્ટ્રાક્ટ પર નોકરી મેળવતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓ મેળવવા માટે પણ હવે અનામતનો લાભ મળશે, કેન્દ્રએ કહ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેથી વધુ સમયની કોન્ટ્રાક્ટ નિમણૂંકોમાં SC/ST/OBC અનામત આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગોને કોન્ટ્રાક્ટ પરની જગ્યા પર આ અનામતનો કડક અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે..

વાસ્તવમાં, સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પરની ખાલી જગ્યા નોકરીઓમાં જાતિ/અનુસૂચિત જનજાતિ અનામતની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. તેના બદલામાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યુ કે આ માહિતી ભારત સરકાર દ્વારા 2022માં બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં આપવામાં આવી છે..

સરકાર દ્વારા જાહેર કરાયેલ OM માં, એવું જણાવ્યું કે કેન્દ્ર સરકારની પોસ્ટ્સ અને સેવાઓમાં નિમણૂકોના સંબંધમાં 45 દિવસ કે તેથી વધુ સમયની કોન્ટ્રાક્ટ બેઇઝ પરની પોસ્ટ માટેની જગ્યા અનુસૂચિત / SC/ST/OBC અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અનામત હશે. જો કે, કોન્ટ્રાક્ટ પર નિમણૂંકોમાં અનામતની પ્રણાલી 1968થી અમલમાં છે. આ અંગેની સૂચનાઓ 2018 અને 2022માં પણ જાહેર કરવામાં આવી છે..

અરજીમાં SC/ST/OBC ના કલ્યાણ માટેની સંસદીય સમિતિના અહેવાલને ટાંકવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં અનામત માટેની સૂચનાઓનું તમામ વિભાગો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું નથી. આ OMની નોંધ લઈને જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે રિટ પિટિશનનો નિકાલ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આ ઓફિસ મેમોરેન્ડમનું ઉલ્લંઘન થાય છે, તો અરજદાર અથવા પીડિત પક્ષ કાયદા મુજબ યોગ્ય ઉપાયોનો આશરો લેવા માટે સ્વતંત્ર હશે..

સરકારી પદો પર ભરતી પર સંસદીય સમિતિના અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિભાગો દ્વારા અસ્થાયી નોકરીઓમાં અનામત સંબંધિત સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે આ ઓએમના આધારે રિટ પિટિશનનો નિકાલ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારી વિભાગો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જો અરજદારને ભવિષ્યમાં આ સંબંધમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તે ફરીથી કોર્ટનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field