(જી.એન.એસ) તા. 28
નવી દિલ્હી,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના વડા મોહન ભાગવતની સુરક્ષામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં, તેમની સુરક્ષા ઝેડ પ્લસથી વધારીને એએસએલ (એડવાન્સ સિક્યોરિટી લાયઝન) કરી દેવામાં આવી છે, એટલે કે હવે RSSના વડા મોહન ભાગવતને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવી સુરક્ષા મળી છે. PM અને ગૃહમંત્રીને ASL સુરક્ષા આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરએસએસ ચીફ ભાગવતની સુરક્ષા વધારવાનો નિર્ણય થોડા દિવસ પહેલા જ ફાઈનલ થઈ ગયો છે. અત્યાર સુધી તેમની પાસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) પાસે Z-પ્લસ કેટેગરીની સુરક્ષા હતી.
આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યોમાં ભાગવતની સુરક્ષામાં ઢીલાશ જોવા મળી હતી, ત્યારબાદ નવા સુરક્ષા પ્રોટોકોલ પર કામ કરવામાં આવ્યું હતું અને તેમની સુરક્ષા મજબૂત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તે ઘણા ભારત વિરોધી સંગઠનોના નિશાના પર છે.
અલગ અલગ કારણો, વધતી ચિંતા અને વિવિધ એજન્સીઓના ઇનપુટ આપ્યા બાદ, ગૃહ મંત્રાલયે ભાગવતને ASL સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય કર્યો. સુરક્ષા વધારવા અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માહિતી આપવામાં આવી છે. હવે નવી સુરક્ષા પછી, મોહન ભાગવત જ્યાં મુલાકાત લેશે ત્યાં સીઆઈએસએફની ટીમ પહેલેથી જ હાજર રહેશે.
એએસએલ સ્તરની સુરક્ષા અનુસાર, સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની ભાગીદારી છે, એટલે કે મોહન ભાગવત જે સ્થળે કોઈ કાર્યક્રમ માટે જશે, ત્યાં એક ટીમ સ્થળનું નિરીક્ષણ કરવા જશે. અગાઉથી ત્યાર બાદ ગ્રીન સિગ્નલ મળશે. લીલી ઝંડી મળ્યા બાદ જ તેમને સ્થળ પર જવા દેવામાં આવશે.
આરએસએસ ચીફને જૂન 2015માં સીઆઈએસએફના 55 કમાન્ડો પાસેથી ઝેડ-પ્લસ સુરક્ષા મળી હતી. અગાઉ, યુપીએ સરકારે પણ વર્ષ 2012માં તેમને Z-પ્લસ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે પછી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે કર્મચારીઓ અને વાહનોની અછતને ટાંકીને આ સુરક્ષા પ્રદાન કરવામાં અસમર્થતા દર્શાવી હતી. તે સમયે સુશીલ કુમાર શિંદે ગૃહમંત્રી હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.