Home દેશ - NATIONAL RSમાં વિપક્ષનો હોબાળો, કહ્યું- સૌથી મોટા રાજ્યમાં ભાજપે EVMથી ચોરી કરી

RSમાં વિપક્ષનો હોબાળો, કહ્યું- સૌથી મોટા રાજ્યમાં ભાજપે EVMથી ચોરી કરી

333
0

(જી.એન.એસ), તા.૫
રાજ્યસભામાં EVMમાં ગડબડીના આરોપો પર આજે જોરદાર હોબાળો થયો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઈવીએમમાં ગડબડી કરીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચોરી કરી છે. અગાઉ બસપા પ્રમુખ માયાવતીના નિવેદને પણ આજે રાજ્યસભામાં જબરદસ્ત ઉથલપાથલ મચાવી દીધી. જેના પગલે તેમનું નિવેદન સદનની કાર્યવાહીમાંથી હટાવવું પડ્યું. વિપક્ષી પાર્ટીઓએ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે ઈવીએમની આ સરકાર નહીં ચાલે ત્યારબાદ સદનની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે સદનમાં ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ બસપાના માયાવતીએ પણ ગડબડીનો આરોપ લગાવ્યો. બંને પક્ષોમાં ખુબ ઉગ્ર ચર્ચા થઈ. અને ત્યારબાદ સદનમાં સૂત્રોચ્ચાર થયાં.
બસપાના પ્રમુખ માયાવતીએ રાજ્યસભામાં ઈવીએમમાં ગડબડીનો મુદ્દો ઉઠાવ્યો. તેઓ તેના પર ચર્ચાની માગણી કરી રહ્યાં હતાં. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે માયાવતીનું સમર્થન કર્યું. જો કે ડેપ્યુટી સ્પીકર પી જે કુરિયને કહ્યું કે નિયમ 267 મુજબ આ મુદ્દે ચર્ચા થઈ શકે નહીં. આ મુદ્દે હોબાળો મચાવતા વિરોધ પક્ષના અનેક નેતાઓ સ્પીકરની ખુરશી પાસે ધસી ગયા અને ‘ઈવીએમની સરકાર નહીં ચાલે, નહીં ચાલે’ ના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. અત્રે જણાવવાનું કે માયાવતીએ યુપી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ પણ ઈવીએમમાં ગડબડી થયી હોવાના આરોપ લગાવ્યાં હતાં. તેમનું કહેવું હતું કે મુસ્લિમોની વધુ વસ્તીવાળા વિસ્તારોમાં ભાજપની જીત તેમના શકને મજબુત કરે છે.
આજે રાજ્યસભામાં હોબાળા દરમિયાન માયાવતીએ ભાજપ પર બેઈમાન હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં ઈવીએમની ગડબડીની ફરિયાદોનો મુદ્દો પણ ઉઠાવ્યો. સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે કહ્યું કે ઈવીએમની ચીમની પ્રોગ્રામિંગ બદલી શકાય છે. આ મુદ્દે ડેપ્યુટી સ્પીકરે કહ્યું કે ચૂંટણી પંચ આ અંગે સ્પષ્ટીકરણ આપી ચૂક્યું છે.
રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ ઈવીએમમાં ગડબડી થઈ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને સીધે સીધુ ભાજપ પર નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે દેશના સૌથી મોટા રાજ્યમાં ભાજપે ચોરી કરી છે. આઝાદે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ પર રોક લગાવવાની માગણી પણ કરી છે.
વિરોધીઓના આરોપો પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ બિહાર, દિલ્હીમાં જીત હાંસલ કરી ત્યારે ઈવીએમ સારા હતાં કોઈએ તેના પર સવાલ ન ઉઠાવ્યાં અને હવે ઈવીએમ ખરાબ થઈ ગયાં. વિપક્ષે હાર સ્વીકારવી જોઈએ. તેમણે કહ્યું કે આ ભાજપ પર નહીં પરંતુ જનતા અને ચૂંટણી પંચ પર સવાલ છે. વિપક્ષ જનાદેશનું અપમાન કરી રહ્યો છે. 22 માર્ચના રોજ પણ સદનમાં આ મુદ્દે 4 કલાક ચર્ચા થઈ હતીં પરંતુ ખોદ્યો પહાડ અને નિકળ્યો ઉંદર.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમે પણ લાઈવ વેફર્સ ખાવાના શોખીન છો? તો ચોક્કસ આ વાંચજો
Next articleફી વિવાદ: પોતાના જ નિવેદન પરથી પલટી ગયા કેજરીવાલ? જનતા ભોગવશે ખર્ચો!