(જી.એન.એસ),તા.૦૨
મુંબઈ
કંગના રનૌત તાજેતરમાં અલ્ટ બાલાજી સાથેનો રિયાલિટી કોન્ટ્રોવર્શિયલ શો ‘લોક અપ’, જેની દરરોજ ચર્ચા થઈ રહી છે. આ શોમાં તેણી જાણીતા રિયાલીટી શો ‘બિગ બોસ’ના સલમાન ખાનની જેમ હોસ્ટ તરીકે કામ કરી રહી છે. ‘બોલિવુડની ક્વીન’ ગણાતી અભિનેત્રી કંગના રનૌતે એક એવી હસ્તી છે, કે જે હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં બની રહે છે. તાજેતરમાં અભિનેત્રી કંગના રનૌતે આલિયા ભટ્ટની ફિલ્મ ‘RRR’ નિહાળી છે. કંગનાએ ‘RRR’ ફિલ્મ નિહાળ્યા બાદ તેના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટ એનટીઆર જુનિયર અને રામચરણના તેમજ અભિનેત્રી આલિયા ભટ્ટના પણ ભરપૂર વખાણ કરી રહી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. અત્યારે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે. લોકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડ વાઈડ રૂપિયા 700 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. તાજેતરમાં, કંગના રનૌતે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કર્યા હતા અને હવે તેણી ‘RRR’ ફિલ્મ અને ફિલ્મના દિગ્દર્શક તેમજ સમગ્ર કાસ્ટની પ્રશંસા કરી રહી છે. તાજેતરમાં, અભિનેત્રી કંગનાએ ‘RRR’ના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટ એનટીઆર જુનિયર અને રામચરણના વખાણ કરી રહી છે. તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણી કહી રહી છે કે, ”ગઈકાલે મેં મારા પરિવાર સાથે ફિલ્મ ‘RRR’ જોઈ. વેલ, આ ફિલ્મને કોઈ પબ્લિસિટીની જરૂર નથી. તે ઘણા વર્તમાન રેકોર્ડ તોડી રહી છે અને બનાવી રહી છે. પરંતુ દેશભક્તિની ભાવનાથી ભરેલી આ ફિલ્મ, દેશની ઓળખ, ગૌરવ, એક સારી કળા, સંસ્કૃતિનો પ્રચાર કરતી વખતે જ્યારે પણ આ ફિલ્મ જોશે ત્યારે તેના વખાણમાં મને બે શબ્દો બોલવા ગમશે.” ‘RRR’ ના કલાકારો, દિગ્દર્શક અને ફિલ્મ માટે કંગનાના ભરપૂર વખાણ સાંભળ્યા પછી, અમુક લોકોને એવું લાગે છે કે, કંગના તેની સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સુક છે. કારણ કે, કંગના લોકોના વખાણ કરતા ભાગ્યે જ જોવા કે સાંભળવા મળી છે. અમુક લોકો કોમેંટ્સમાં એવું કહી રહ્યા છે કે, ‘શું તને હવે બોલિવુડમાં કોઈ ફિલ્મો નથી મળતી ??’ જ્યારે બીજાએ કહ્યું કે, ‘લાગે છે કે કંગનાને હવે સાઉથની ફિલ્મોમાં કામ કરવું છે.’ ત્રીજા યુઝરે કહ્યું કે, ‘આ કંગનાનો તેના શો ‘લોકઅપ’ માટેનો પબ્લિસિટી સ્ટંટ છે.’ કંગનાએ આગળ કહ્યું કે, જ્યારે પણ તેણી વિજેન્દ્ર પ્રસાદને મળે છે ત્યારે તેણી જુસ્સાથી ભરાઈ જાય છે. તેણીએ આગળ કહ્યું કે, ”મને લાગે છે કે કેવી વિજેન્દ્ર પ્રસાદ આપણા ઉદ્યોગમાં પદ્મ વિભૂષણ અથવા તેનાથી પણ વધુ સન્માનના લાયક હોત. આ તેમની જરૂરિયાત નથી. આ આપણી જરૂરિયાત છે, આપણે યુવાનો પાસે આવા આદર્શ હોવા જોઈએ જેથી ભવિષ્યમાં આવા વધુ લોકો ફિલ્મ ઉદ્યોગમાં આવે. આ ફિલ્મના બાકીના કલાકારોએ NTRજી, રામ ચરણજીએ ખૂબ જ સારું કામ કર્યું છે. આ ફિલ્મના ડાયરેક્ટર વિશે તો શું કહેવું, તેના વખાણ પણ સૂરજને દીવો બતાવવા સમાન છે. રાજા એટલે આપણે કહી શકીએ કે રાજા લાંબુ જીવો. RRR માટે આભાર.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.