Home દેશ - NATIONAL RILનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાથી વધી ગયું, RILના શેરમાં 12...

RILનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાથી વધી ગયું, RILના શેરમાં 12 ટકાનો વધારો

53
0

(જી.એન.એસ),તા.૧૩

મુંબઈ,

13 ફેબ્રુઆરીના રોજ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) નું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હતું. આ સાથે કંપની આ મર્યાદા પાર કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં RILના શેરમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ, BSE પર શેર 2910.40 રૂપિયાના ઉછાળા સાથે ખુલ્યો હતો. થોડા સમયની અંદર, તે અગાઉના બંધ ભાવ કરતાં લગભગ 2 ટકા ઉછળીને 2957.80 રૂપિયાની નવી 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે RILનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે. 10 ટકાની મજબૂતાઈ સાથે સ્ટોકનો પ્રાઈસ ભાવ 3193.20 રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ઓગસ્ટ 2005માં 1 લાખ કરોડ રૂપિયા, એપ્રિલ 2007માં 2 લાખ કરોડ રૂપિયા, સપ્ટેમ્બર 2007માં 3 લાખ કરોડ રૂપિયા અને ઓક્ટોબર 2007માં 4 લાખ કરોડે રૂપિયાએ પહોંચ્યું હતું.

આ પછી માર્કેટ કેપ 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવામાં 12 વર્ષ લાગ્યા હતા. આ આંકડો જુલાઈ 2017માં આવ્યો હતો. RILનું માર્કેટ કેપ નવેમ્બર 2019માં 10 લાખ કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર 2021માં 15 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું. નાણાકીય વર્ષ 2023-24ના ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં RILનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11% વધીને 19,641 કરોડ રૂપિયા થયો છે. કોન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 3.2% વધીને 2.48 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 2.41 લાખ કરોડ રૂપિયા હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઓપરેટિંગ નફો (EBITDA) ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 16.7% વધીને 44,678 કરોડ રૂપિયા થયો છે. ઘણા વિશ્લેષકો આરઆઈએલના શેર પર તેજીને બુલિશ ગણાવી રહ્યા છે. બ્રોકરેજ બર્નસ્ટીન રિટેલ અને ટેલિકોમ સેક્ટરની આગેવાની હેઠળની કંપની માટે 2026ના અંત સુધીમાં EPS વૃદ્ધિમાં 20 ટકાના મજબૂત CAGRની અપેક્ષા રાખે છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં Jioનો બજાર હિસ્સો 47 ટકા સુધી પહોંચવાની ધારણા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRLDના પ્રમુખ જયંત ચૌધરી NDAમાં જોડાયા
Next articleએક્સિસ બેંકે પેટીએમ તરફ મદદનો હાથ લંબાવ્યો